ભારતની આ પાંચ રાજ્યોની થાળી ને માનવામાં આવે છે દેશ ની બેસ્ટ સ્વાદિષ્ટ થાળી..

આપણા ભારતને વિવિધતાઓ થી ભરેલો દેશ કહેવામાં આવે છે. ભારતના દરેક રાજ્ય માં તમને જિંદગી ના અલગ અલગ રંગ જોવા મળશે. આ રંગ સાંસ્કૃતિક છે, સામાજિક છે અને ખાણીપીણી સાથે પણ જોડાયેલા છે. કાશ્મીર હોય કે પછી કન્યાકુમારી, પશ્ચિમ બંગાળ હોય કે પછી ગુજરાત. ભારતના દરેક ભાગમાં ખાવાનો એક અલગ સ્વાદ માનવામાં આવે છે.
તમે પણ ખાવાના શોખીન છો તો તમે પણ જાણીલો આ પાંચ થાળી.
- ગુજરાતી થાળી

જો તમે શુદ્ધ શકાહારી અને ચટાકેદાર ખાવા ના શોખીન છો તો તમારે ગુજરાતી થાળી નો સ્વાદ પણ જરૂર પસંદ લેવો જોયે. ગુજરાત ભારતનું એક ખુબ જ ખુબસુરત રાજ્ય છે. એ સિવાય ખાણીપીણી ની વાત કરવામાં આવે તો ગુજરાતી થાળી માં મીઠાઈ ની થોડી એવી માત્રા તો હોય જ છે. આ રાજ્ય ની થાળી માં તમને ઢોકળા, દાળ ઢોકળી, પુરણ પોળી, ગુલાબજમુંન, થેપલા અને પુરી વગેરે મળે જ છે.
2. પંજાબી થાળી

ભારતની સૌથી શાનદાર થાળીઓ માંથી એક છે પંજાબી થાળી. જો તમે ઓરીજનલ પંજાબી થાળી નો સ્વાદ લેવા માંગતા હોય તો એક પંજાબ ની યાત્રા કરવી. પંજાબ માં જો તમે અસલી પંજાબી થાળી ખાશો તો એમાં તમને પનીર, છોલે, રાજમાં અને નાન મળશે. આ થાળી સ્પેશ્યલ પંજાબી મસાલા માંથી બનાવવામાં આવે છે. પંજાબી થાળી ની એક બીજી ખુબ જ સ્વાદિષ્ટ ખૂબી છે દાળ મખની. દાળ મખની ને રોટી ની સાથે ખાવી.
3. મહારાષ્ટ્રીયન થાળી

જીવન માં તમારું મુંબઈ જવાનું થાય તો મહારાષ્ટ્ર ની થાળી નો સ્વાદ લેવાનું બિલકુલ પણ ના ભૂલતા. મુંબઈના વડાપાંવ અને પાવભાજી શ્રેષ્ટ છે જ પણ મરાઠી થાળી ની ખાસિયત એ છે કે એમાં રહેલા વિભિન્ન પ્રકાર ના અથાણા. એ સિવાય વાત જો પાવભાજીની કરવામાં આવે તો ભાજી શાકભાજી માંથી તો બને છે. અમુક જગ્યા પર તમને ચીકન અને માછલી માંથી બનેલી ભાજી પણ મળી જશે.
4. બંગાળી થાળી

જો કોઈ વ્યક્તિ ખાવા પીવાના ખુબ જ શોખીન હોય તો એને જીવન માં એક વાર બંગાળ યાત્રા અવશ્ય કરવી જોઈએ. માછલી વગર બંગાળી થાળી અધુરી હોય છે. એટલે કે જો તમે નોનવેજ ખાવાના શોખીન હોય અને માછલી તમને પસંદ હોય તો આ થાળી તમારી ફેવરીટ થાળી બની જશે. બંગાળી થાળી ની ખાસ બાબત હોય છે માંસ, કુમરો ભજ, પોટોલ ભાજા, આલુ ભજા અને ચટણી. એ સિવાય મીઠી વસ્તુ વગર પણ બંગાળી થાળી અધુરી ગણાય છે. એટલા માટે જમીને પછી તમને રસથી ભરેલા રસગુલ્લા પણ જરૂર મળશે.
5. રાજસ્થાની થાળી

વિદેશી જયારે પણ ભારત આવે છે તો રાજસ્થાની ખાવાનો સ્વાદ લીધા વગર એમના દેશ પાછા નથી જતા. રાજસ્થાન ભારત નો એક એવું રાજ્ય છે, જ્યાં ફરવા અને જોવા માટે ઘણી બધી જગ્યા છે. રાજા રજવાડાં નું આ શહેર ખાણીપીણી ની બાબત માં તમારું દિલ જીતી લેશે. બાટી ચુરમા, કેર સાંગરી અને છાસ મળે જ છે.