ન્યુઝ
ધોનીની દીકરીને ધમકી આપનારને ગુજરાતના આ ગામમાંથી દબોચી લેવાયો..

ગુજરાતના કચ્છ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. રાંચીમાં ફરિયાદ નોંધાયા બાદ પશ્ચિમ કચ્છ પોલીસે સગીર વયના શખ્સને ઝડપી લીધો છે.
સોશિયલ મીડિયા પર ધોનીની દીકરી સાથે દુષ્કર્મની ધમકી આપનાર વિરૂદ્ધ રાંચીમાં ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદ ગુજરાત પોલીસે કાર્યવાહી કરતા ધમકી આપનારા શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.

આ ઘટના બાદ તેણે મહેન્દ્રસિંહ ધોનીની પાંચ વર્ષની પુત્રી જીવા વિશે અભદ્ર ટિપ્પણી કરી. ગુજરાત પોલીસે સોશ્યલ મીડિયા એક્ટ હેઠળ આ વ્યક્તિની ધરપકડ કરી છે અને ટૂંક સમયમાં તેને રાંચી પોલીસના હવાલે કરવામાં આવશે.