હળવદના નવા ધનાળામા અવારજવાર લાઈટ જવાથી ગામના લોકો પરેશાન…..

હળવદ તાલુકાના નવા ધનાળા ગામના લોકોને ગઇકાલ આખી રાત વીજળી વિના વિતાવી હતી
તો આજે ફરી બપોરના સમય ગામમા લાઇટ કાપ મુકી દેવાતા ગ્રામજનોમાં રોષ વધી ગયો છે. જેમાં ગઈ આખી રાત વીજ પુરવઠો ગુલ થઈ જતાં ગ્રામજનોને ભારે હાલાકી થઈ હતી ત્યારે હળવદના ધનાળા ગામના લોકોના જણાવ્યા અનુસાર જ્યારે વરસાદની આગાહી થાય કે તુરંત જ વીજ પુરવઠો પણ ગુલ થઈ જાય છે હળવદના ધનાળા ગામના લોકો જાણે જૂની સદીમાં જીવી રહ્યા હોય તેવો અનુભવ કરી રહ્યા છે અને આગાહી થાય ત્યારથી લઇને વરસાદ બંધ થયા ત્યા સુધી ગામમા વિજ પુરવઠો બંધ જ રહે છે
આ બાબતે પીજીવીસીએલના કર્મચારીઓને હાલાકી બાબતે જાણ કરતા તેઓ વાતને રફેદફે કરી દે છે ગામના લોકોને આશ્ર્વાસન આપી સંતોષ કરાવી દે છે .
કોઈ નક્કર કાર્યવાહી કરતા નથી અવાર નવાર લાઇના ફોલ્ટના નામે લાઇટ કાપી નાખવામા આવતી હોવાના બહાના કાઢે છે અને ફોલ્ટ સર્જાય તો સમયસર રીપેર પણ કરવા આવતા નથી જેના લીધે ગ્રામજનો સામાન્ય સુવિધાઓથી વંચિત છે તો ચૂંટણી સમયે લાઈટ,પાણીના વાયદા કરી મત માંગવા આવતા નેતા ઓને આ પ્રશ્ન નો નિકાલ કરવો જોયે તેવી માંગ ગ્રામજનોએ કરી છે.