દ્વારકા મામલતદારના અધિકારી ઓફિસમાં ચલાવે છે પોતાના ઘરની ધોરાજી….

દ્વારકા મામલતદાર ઓફિસમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અધિકારી ઓફિસમાં પોતાની મનમાની ચલાવી રહ્યા છે. સરકારની ગાઇડલાઇનનું પાલન કાર્ય વિના ઘરના નિયમો બનાવી અને ઓફિસમાં કામ કરી રહ્યા છે. દ્વારકા તાલુકામાં કુલ 42 ગામના અરજદારો આવે છે અને એ અરજદારો ઓફિસે 10 વાગ્યાના આવીને ઉભા હોય છે.
દ્વારકા મામલતદાર ઓફિસમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અધિકારી સમયના નિયમનો ખુલ્લી રીતે ઉલ્લંઘન કરતા બપોરે 11-12 વાગ્યે આવે છે.આ અંગે જયારે એમને પૂછવામાં આવે છે ત્યારે કોઈ વ્યવ્યસ્થિત જવાબ કે કારણ એ જણાવી નથી શકતા.
તદ્દઉપરાંત લંચ બ્રેક 2 વાગ્યાથી 3 વાગ્યા સુધીનો હોય છે પણ સરકારે બનાવેલ નિયમનું નું બેશરમી પૂર્વક ઉલ્લંઘન કરતા બપોરે 1:30 વાગ્યાને સાથે એ ઓફિમાંથી નીકળી જાય છે અને 4 વાગ્યે પરત ફરે છે.
અરજદારો ભૂખ્યા-તરસ્યા તેમની રાહ જોતા રહી જાય છે પણ એમના પ્રશ્નનો કોઈ ઉકેલ આવતો નથી.