ગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 31 ઓક્ટોબર ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે..

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 31 ઓક્ટોબર ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના કાર્યક્રમો માટે કેવડિયામાં રહેશે. વડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ શકે છે. સંભવિત કાર્યક્રમને લઈને ગૃહવિભાગે તૈયારી શરૂ કરી છે.

કોરોનાની સ્થિતિને ધ્યાને રાખીને કાર્યક્રમ નક્કી કરાશે. હાલની સ્થિતિને જોતા કાર્યક્રમનું કદ નાનું રહે તેવી શક્યતા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબર, 2020ના રોજ ગુજરાતના કેવડિયામાં “લોહપુરુષ” સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપક્રમે એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થશે. શ્રી નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર શ્રદ્ધાસુમન અર્પણ કરશે, એકતા માટેની પ્રતિજ્ઞા લેવડાવશે અને આ પ્રસંગે એકતા દિવસની પરેડના સાક્ષી બનશે.

પ્રધાનમંત્રી કેવડિયામાંથી વીડિયો કોન્ફન્સ મારફતે મસૂરી સ્થિત લાલબહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય વહીવટી અકાદમી (એલબીએસએનએએ)ના પ્રોબેશનરી અધિકારીઓને સંબોધિત કરશે. આ વર્ષ 2019માં પહેલીવાર શરૂ થયેલા ઇન્ટિગ્રેટેડ ફાઉન્ડેશન કોર્સ આરંભનો ભાગ છે. કેવડિયાના સંકલિત વિકાસના ભાગરૂપે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30મી અને 31મી ઓક્ટોબર, 2020ના રોજ વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. એમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની એકતા ક્રૂઝ સર્વિસને લીલી ઝંડી આપવી, એકતા મોલનું ઉદ્ઘાટન તથા ત્યાં ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્કનું ઉદ્ઘાટન સામેલ છે. શ્રી નરેન્દ્ર મોદી યુનિટી ગ્લો ગાર્ડનમાં સંયુક્ત રાષ્ટ્રની તમામ ભાષાઓમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વેબસાઇટનું પણ લોકાર્પણ કરશે તથા કેવડિયા એપ લોંચ કરશે. પ્રધાનમંત્રી કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટને જોડતી સીપ્લેન સેવાનો પણ પ્રારંભ કરાવશે

એકતા ક્રૂઝ સર્વિસ

એકતા ક્રૂઝ સર્વિસ દ્વારા કોઈ પણ વ્યક્તિ શ્રેષ્ઠ ભારત ભવનથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીના 6 કિલોમીટરના અંતરમાં ફેરી બોટ સર્વિસ દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના શ્રેષ્ઠ અને રોમાંચક નજારાને જોઈ શકે છે. આ 40 મિનિટની સફર એક બોટમાં થઈ શકશે, જેમાં એકસાથે 200 પેસેન્જર સવાર થઈ શકે છે. ન્યૂ ગોરા બ્રિજ ફેરી સર્વિસની કામગીરી માટે ખાસ બનાવવામાં આવ્યો છે. બોટિંગ ચેનલનું નિર્માણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેનાર પ્રવાસીઓને બોટિંગ સેવા પ્રદાન કરવા થયું છે.

એકતા મોલ

આ મોલમાં ભારતની વિવિધતામાં એકતાનું દર્શન કરાવતી હસ્તકળા અને પરંપરાગત ચીજવસ્તુઓની વિવિધ રેન્જ પ્રદર્શિત થશે. આ મોલ 35000 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. તેમાં 20 એમ્પોરિયા સામલે છે, જે ભારતના દરેક રાજ્યનું ચોક્કસ રીતે પ્રતિનિધિત્વ કરે છે જેનું નિર્માણ ફક્ત 110 દિવસમાં થયું છે.

ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્ક

આ બાળકો માટે વિશ્વનો સૌપ્રથમ ટેકનોલોજી સંચાલિત ન્યૂટ્રિશન પાર્ક છે, જે 35000 ચોરસ ફૂટમાં પથરાયેલો છે. એક ન્યૂટ્રિ ટ્રેન પાર્કમાં ફરશે અને વિવિધ રોમાંચક થીમ આધારિત સ્ટેશન પર ઊભી રહેશે. આ સ્ટેશનના નામ ‘ફલ્શાકા ગ્રિહામ’, ‘પાયોનગરી’, ‘અન્નપૂર્ણા’, ‘પોષણ પુરાણ’ અને ‘સ્વસ્થ ભારતમ’ છે. આ મિરર મેઝ, 5ડી વર્ચ્યુઅલ રિયાલિટી થિયેટર અને ઓગમેન્ટેડ રિયાલિટી ગેમ્સ જેવી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા પોષણ સંબંધમાં જાગૃતિ લાવશે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four + ten =

Back to top button
Close