રાષ્ટ્રીય
બિહારના પટનામાં ગોંડલનું નામ રોશન કર્યું..

ડોક્ટર, પોલીસ, સ્વીપર સહિતના કોરોના યોદ્ધાઓ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાત-દિવસ કોરોના સામે લડી રહ્યા છે ત્યારે આ યોદ્ધાઓને બિરદાવવા માટે ગોંડલના ચિત્રકાર મુનિર બુખારીએ બિહારની રાજધાની પટનામાં 93 ફૂટની દીવાલ પર કોરોના યોદ્ધાઓનું ચિત્ર બનાવ્યું છે.

આ ચિત્ર બિહારમાં સૌથી મોટુ ચિત્ર માનવામાં આવી રહ્યું છે. સેન્ટ ભારત ફાઉન્ડેશન, આરોગ્ય વિભાગ, કેર ઈન્ડિયા, એશિયન પેઇન્ટ્સના સહયોગ સાથે મુનીર બુખારીએ આ કાર્ય કર્યું છે.