રાષ્ટ્રીય

એક પણ પ્રીમિયમ ભર્યા વિના મોદી સરકાર આપી રહી છે રૂપિયા 50 લાખનો વિમો, જાણો કોને મળશે લાભ

કોરોના સામે જંગ લડીને લોકોના જીવ બચાવી રહેલા કોરોના વોરિયર્સ માટે મોદી સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે કોરોના વાયરસ સામે લડવા માટે સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ વીમા યોજનાને આવતા 6 મહિના માટે વધારી દેવામાં આવી છે.

સરકાર દ્વારા જાહેર કરેલી આ યોજના હેઠળ સામુદાયીક સ્વાસ્થ્ય કર્મચારીઓ સહિત સ્વાસ્થ્ય સેવા આપનારા એવા લોકોને 50 લાખનો વીમો આપવામાં આવે છે કે જે સીધા રોગગ્રસ્તના સંપર્કમાં આવે છે. તેમની દેખરેખ કરે છે. જેથી આવા લોકોનું દુર્ઘટનાને કારણે મોત નિપજે છે તો તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વીમામાં કોરોનાને કારણે ડ્યૂટી દરમિયાન કોઈ કર્મચારીનું મોત થાય છે તો તેને પૈસા મળશે.

ખાનગી હોસ્પિટલના કર્મચારીઓ, સેવા નિવૃત, સ્વયંસેવકો, સ્થાનીય શહેરી મડદા ઘરો, કેન્દ્રીય હોસ્પિટલ, અનુબંધિત કર્મચારીઓ, દૈનિક વેતન કર્મચારીઓ, તદર્થ કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ યોજના માટે કોઈ ઉંમર નક્કી કરાઈ નથી, વ્યક્તિગત રજિસ્ટ્રેશનની જરુર નથી. મુદાયિક સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ સહિત સાર્વજનિક સ્વાસ્થ્ય સેવા આપનારા, જેમને કોરોનાગ્રસ્ત દર્દીઓના સીધા સંપર્કમાં રહેવું પડે છે અને જેમને કોરોના થવાનો ખતરો છે. તેમનો સમાવેશ થાય છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

11 + twelve =

Back to top button
Close