મોરબીના ઘુટુ ગામેથી ગુમ થયેલ પરિવાર પરત આવ્યું

પુત્રે પ્રેમલગ્ન કરતા યુવતિનો પરિવાર નારાજ હતો
મોરબી : મોરબીના ઘુટુ ગામે બે મહિના અગાઉ એક જ પરિવારના સાત સભ્યો અચાનક ગુમ થઈ ગયા હતા. ત્યારે આ પરિવારના તમામ સભ્યો હેમખેમ પરત આવ્યા છે અને પોલીસ સમક્ષ હાજર થયા છે.
મોરબીના ઘુંટું ગમે આવેલા હરિઓમ પાર્ક સોસાયટીમાં રહેતા એક જ પરિવારના સાત સભ્યો શંભુભાઈ વશરામભાઈ લુહાર (ઉ.વ.૫૫), રેખાબેન શંભુભાઈ લુહાર (ઉ.વ.૫૦), કમલેશ શંભુભાઈ લુહાર (ઉ.વ.૨૬) લખીબેન વશરામભાઈ લુહાર (ઉ.વ.૭૦), ધર્મિષ્ઠા શંભુભાઈ લુહાર (ઉ.વ.૧૭), આનંદીબેન શંભુભાઈ લુહાર (ઉ.વ.૧૩) અને હસીબેન દેવશીભાઈ લુહાર (ઉ.વ.૨૧) ગત તા.૧૪ જુલાઈના રોજ અચાનક ગુમ થઈ ગયા હતા.બાદમાં તેમનો કૌટુંબિક પરિવારજનોએ તાલુકા પોલીસ મથકે ગુમસુદા નોંધાવી હતી. જે મામલે પોલીસ આ પરિવારજનોની શોધખોળમાં કામે લાગી હતી. દરમ્યાન ગુમ થયેલા એક જ પરિવારના સાત સભ્યો તાલુકા પોલીસ મથક હાજર થયા હતા અને પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું કે ,પરિવારના પુત્ર કેમલેશે યુવતી સાથે પ્રેમલગ્ન કરતા યુવતીના પરિવારજનો નારાજ થયા હતા.આથી યુવતીના પરિવારજનોની બીકથી યુવાનનો પરિવારે ઘર છોડી દીધું હતું હવ સમાધાનનો થઇ જતા પરિવાર પરત ફર્યો છે.