ગુજરાત

કચ્છના માંડવીમાં બની સૌથી લાંબી લાકડાની ક્રુઝ, દુબઈના શાહી પરિવારે આપ્યો હતો ઓર્ડર..

માંડવીના કુશળ કારીગરોએ તૈયાર કરી 207 ફૂટ લાંબી બોટનો ઉપયોગ માછીમારી માટે કરવામાં આવશે, 10 કરોડની આ બોટમાં 9 AC રુમ પણ છે

માંડવીના દરિયાકિનારે એક લાકડાની બોટ 207 ફૂટની લંબાઈ અને A380 એરબસ સાથે તૈયાર થઈને ઉભી છે. આ બોટ કદાચ અત્યાર સુધી બનાવવામાં આવેલી તમામ બોટમાં સૌથી લાંબી હશે. કહેવામાં આવે છે કે માંડવીમાં પાછલા 400 વર્ષથી હાથથી વહાણ તૈયાર કરવામાં આવે છે અને માંડવીમાં તૈયાર કરવામાં આવેલા વહાણના વખાણ પણ થતા હોય છે. અને હવે આ જ માંડવીમાં સૌથી લાંબી બોટ તૈયાર કરવામાં આવી છે, જેની કિંમત 10 કરોડ રુપિયા છે.

3 માળની આ વિશાળકાય શાહી બોટ દુબઈની એક રોયલ ફેમિલી માટે તૈયાર કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, દુબઈના એક શાહી પરિવારે પોતાના ફિશિંગના શોખને પૂરો કરવા માટે આ શાનદાર વહાણ તૈયાર કરાવ્યું છે. બોટ બનાવવાના કામના અનુભવી કારીગર ઈબ્રાહિમ મિસ્ત્રી જણાવે છે કે, અમને ઈબ્રાહિમ અબ્દુલ રઝાક ઉસ્તાદી તરફથી આ ફિશિંગ શિપ બનાવવાનો ઓર્ડર મળ્યો હતો.

માંડવીમાં બની 207 ફુટ્સની લાકડાંની ક્રુઝ , દુબઈના શાહી પરિવારે આપ્યો હતો ઓર્ડર – Revoi.in

આ વિશાળકાય બોટ બનાવવા માટે અમને ત્રણ વર્ષનો સમય લાગ્યો અને 35 અન્ય કારીગરોની મદદ લેવામાં આવી. હવે બોટ લગભગ બનીને તૈયાર છે અને એક મહિનામાં તે દુબઈ જવા રવાના થઈ જશે. મને જાણવા મળ્યું છે કે જે લોકોએ ઓર્ડર આપ્યો છે તે દુબઈના શાહી પરિવારના લોકો છે.

આ બોટમાં 8 અન્ય બોટનો સમાવેશ થઈ શકે છે. બોટ બનાવવા માટે મલેશિયા અને ઈન્ડોનેશિયાથી લગભગ 23,000 ક્યુબીક મીટર ઈમ્પોર્ટેડ લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બોટની અંદર 9 રુમ છે જેમાં AC પણ મૂકવામાં આવ્યા છે. આ ઓરડાઓમાં લગભગ 32 લોકો રહી શકે છે. જે માછલી પકડવામાં આવે તેને ફ્રેશ રાખવા માટે સ્ટોર-રુમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

15 − three =

Back to top button
Close