
- એસટી સવારી સલામતીની સવારી કે મોતની સવારી?
- અનેક વખત એસટીની બેદરકારીઓ સામે આવી છે.
ગઇકાલે મોરબી શહેરમાં એક રુવાંટા ઊભા કરીદે એવો કિસ્સો બન્યો હતો. મોરબીના એસ.ટી. ડેપોની બહારના વિસ્તારમાં નીકળી રહેલે એક એસટી બસની ટક્કરે આવતા મંજુબેનનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યુંહતું.

અકસ્માતની વિગત એવી છે કે મોરબીના જૂના બસ સ્ટેશન નજીક બપોરના 12.30 વાગ્યાની આસપાસ મોરબી સાળંગપુર ભુજ રૂટની GJ 18 Z 6630 નંબરની ST બસ મોરબીના જૂના એસટી ડેપોથી બહાર નિકળતા સમયે જ લાતી પ્લોટ તરફથી દવા લઈને લાલ કલરનું GJ 36 D 7931 નમ્બર વાળું એક્ટિવા લઈને એક પતિ-પત્ની ગામમાં આવી રહ્યા હતા.

અચાનક જ આ બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર સર્જાતા પાછળ બેઠેલ મંજુલાબેન ફાંગોળાઈ અને એસટી બસના પૈડાં પાસે પડ્યા હતા. માથા પર બસનું ટાયર ફરી જતા મહિલાનું ઘટનાં સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.આ દુર્ઘટનામાં ‘સલામત’ એસ.ટી. બસની ટક્કરે એક મહિલાનો ભોગ લઈ લીધો.