ગુજરાત
ગુજરાત સરકારે દારૂબંધીનો કડક કાયદો અમલમાં મૂક્યો, તેમજ સામાજિક સંસ્થાઓ વ્યસન મુક્તિ અભિયાન પણ ચલાવી રહી છે,

વડોદરા : ગુજરાત સરકારે દારૂબંધીનો કડક કાયદો અમલમાં મૂક્યો છે. તેમજ સામાજિક સંસ્થાઓ અંતરિયાળ વિસ્તારમાં વ્યસન મુક્તિ અભિયાન પણ ચલાવી રહી છે, ત્યારે નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા ડેડિયાપાડા વિસ્તારમાં રસ્તાનું ખાતમુહૂર્ત ખાખરના પાનમાં દારૂના અભિષેકથી કરવામાં આવ્યું છે. જેમાં BTP ના MLA મહેશ વસાવા અને ભાજપના પૂર્વ MLA મોતીસિંહ વસાવા સહિતના નેતાઓએ ખાતમુહુર્તમાં દારૂથી અભિષેક કર્યો હતો. બીજી બાજુ ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આ મામલે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.