રાષ્ટ્રીય
21 મી સપ્ટેમ્બરથી ખુલશે સ્કુલો કેન્દ્રેએ જાહેર કરી માર્ગદર્શીકા.

આગામી 21 મી સપ્ટેમ્બરથી દેશભરમાં સ્કુલો ખુલી રહી છે અને તેને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સ્કુલોમાં છાત્રોના આરોગ્યને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે.
છાત્ર વચ્ચે 6 ફૂટનુ ડીસ્ટન્સ રહેશે શિક્ષક-વિદ્યાથીએ માસ્ક પહેરવું પડશે. છાત્રો એકબીજાને પેન, નોટબુક, પેન્સીલ, અદલાબદલી નહી કરી શકે.હાલ આ છૂટ ધો.9 થી 12 ના છાત્રોને અપાઈ છે.ગુજરાત સરકારે હજુ સુધી કોઈ આ મામલે નિર્ણય કર્યો નથી પણ કેન્દ્રની માર્ગદર્શીકાના આધારા નિર્ણય લે તેવી શકયતા છે.
આ અંગેની વિગત મુજબ કોરોના કાળમાં 21મી સપ્ટેમ્બરે દેશભરમાં સ્કુલો ખુલી રહી છે. ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગાઈડલાઈન જાહેર કરી છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણમંત્રી અશ્ર્વીનીકુમાર ચૌબેએ પોતાના ટવીટર હેન્ડલ પર ગાઈડલાઈન જાહેર કરી હતી. જે મુજબ કલાસમાં બેઠક વ્યવસ્થામાં ફેરફાર થશે.