દેવભૂમિ દ્વારકાસૌરાષ્ટ્ર
વરસાદના હીસાબે જમીન નરમ પડી, ટાયર ખૂંપી જતા ટ્રકએ મારી પલટી

સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજા જમાવડો મંડી બેઠા છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ વખતે ચોમાસુ ખુબ જ સફળ નીવડ્યું છે. એવામાં અનેક ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. આ વર્ષે અતિવૃષ્ટિ પડી છે એવું સરકાર કહી શકે છે.
અતિ વરસાદના કારણે લોકોને અનેક હાલાકી ભોગવી પડે છે. અનેક જગ્યાઓ પાર પાણી ભરાયા છે અને કેટલાય લોકોના ઘર અને ધંધાને નુકશાન થયું છે. હજુ આગામી દિવસોમાં વરસાદ પડી શકે એવી સંભાવના હવામાન વિભાગે કરે છે.
હાલ જ સમાચાર આવ્યા છે કે અતિ વરસાદને કારણે દ્વારકાની પાસે આવેલ વરવાળા ગામની રસ્તા પરની જમીન નરમ પડી ગઈ છે.
દ્વારકાના વરવાળા ગામના વીણાસરા વાડી વિસ્તાર રોડ પર કાંકરી ભરેલ ટ્રક ભારે વરસાદ ના લીધે જમીન નરમ પડતા ખૂંપી ગઈ હતી. અને જમીન નરમ પડતા ટ્રક પલટી મારી ગઈ હતી. જોકે કોઇ જાનહાની ટળી હતી.