રાષ્ટ્રીય

‘ભારત બાયોટેક’ દ્વારા વિકસીત કોરોનાની સ્વદેશી ‘કોવૈકસીન’ના બીજા ચરણના પરીક્ષણ માટે સરકારે….

દેશમાં જ્યાં એકતરફ કોરોનાનું સંક્રમણ લગાતાર વધી રહ્યું છે ત્યાં બીજી તરફ રાહતના સમાચાર આવી રહ્યા છે સ્વદેશી કોવેક્સિન તેના પહેલા ચરણના ટ્રાયલ માટે સફળ નીવડી છે. હવે ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવતી આ વેક્સિન તેના બીજા ચરણના પરીક્ષણ માટે જઈ શકે છે. સરકારે આ વેક્સિનના બીજા ચરણના પરીક્ષણ માટે મંજૂરી આપી દીધી છે.

મળેલ જાણકારી અનુસાર બીજા ચરણના પરીક્ષણ માટે આ વેક્સિન પૂરી રીતે તૈયાર છે. આનું પરીક્ષણ આવતીકાલથી એટલે કે 7 સપ્ટેમ્બરથી શરૂ થશે. જણાવી દઈએ કે આ વેક્સિનના પહેલા ચરણનું અલગ અલગ જગ્યા પર ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ડબલ્યુએચઓ ના નિયમ મુજબ કોરોના માટે એન્ટિબોડિ બનાવવામાં આ વેક્સિનને સફળતા મળી છે.

અત્યાર સુધી કુલ 380 લોકો ઉપર આ વેક્સિનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. 12 વર્ષથી કરીને 65 વર્ષ સુધીના લોકો ઉપર આ વેક્સિનનું ટેસ્ટિંગ થયું છે. અને એ સફળ નિવડ્યું છે. હવે આ વેક્સિનના બીજા ચરણના પરીક્ષણ માટે એ પૂરી રીતે તૈયાર છે.

આ વેક્સિનને ભારત બાયોટેક અને ICMR એ મળીને બનાવી છે. જણાવી દઈએ કે ભારત બાયોટેક Covid-19 વેક્સિન ઉપર કામ કરતી 7 ભારતીય કંપનીઓ માંથી એક છે. આ એવી પહેલી કંપની છે જેને સુરક્ષા અને ક્ષમતાની જાંચ માટે સરકાર તરફથી બીજા ચરણમાં જવા માટે મંજૂરી મળી છે. આ વેક્સિનનાપહેલા ચરણ નું ટ્રાયલ 15 જુલાઇના રોજ શરૂ કરવામાં આવ્યું હતું.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close