ગુજરાતટ્રેડિંગધર્મ

નવરાત્રીના નવ દિવસ ખુલ્લા રહેશે અંબાજી મંદિરના દ્વાર… દર્શનનાં સમયમાં થયો ફેરફાર

17મી ઓક્ટોબરથી શરૂ થતી નવરાત્રીના નવેય દિવસ માતાજીનું મંદિર ભક્તો માટે ખુલ્લું રહેશે. પરંતુ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના દર્શનનો સમય બદલવામાં આવ્યો છે.કોરોના વાયરસને કારણે ઇતિહાસમાં પહેલીવાર ચૈત્રી નવરાત્રીમાં જગત જનની અંબાજીનું માતાનું મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું હતુ.

ભક્તોએ ચૈત્રી નવરાત્રીમાં ઓનલાઇન દર્શન કર્યા હતા. પરંતુ હવે ભક્તો માટે મંદિરના દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા છે.

પ્રથમ નોરતા, 17 ઓક્ટોબરનાં દિવસે, અંબાજી મંદિરમાં ઘટ સ્થાપનનો સમય સવારે 8:15થી 9:00 છે.નવરાત્રી આઠમના દિવસે સવારે 6 વાગે આરતી થશે. અંબાજી મંદિરમાં સવારે આરતી 7:30 વાગે થશે. સાંજે આરતી 6:30 વાગે થશે. અને બપોરે મંદિર 4:15 વાગે બંધ થશે

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × five =

Back to top button
Close