
કોરોનાના કહેર વચ્ચે વડોદરા શહેરના ખોડીયારનગર વિસ્તારમાં માતાજીની પધરામણી થઈ હોવાની વાત ફેલાઈ હતી. અહીં એક વ્યક્તિ ધૂણી રહી હતી.ખોડિયાનગર વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
કોઈ વ્યક્તિને માતા આવ્યાનું સમજીને 3 હજાર જેટલા લોકો એકઠા થયા હતા. આ દરમિયાન કોઇ પણ વ્યક્તિએ માસ્ક પણ પહેર્યુ ન હતુ. કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ખૂબ જરૂરી છે ત્યારે કોઈ જ તકેદારી વગર આટલી સંખ્યામાં મોટી ભીડ એકથી થવાથી ચોક્કસ કોરોનાનું સંક્રમણ વધવાનો ખતરો રહી છે. અહીં આશ્ચર્યની વાત એ છે કે આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા છતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ન હતી,.ગઈકાલ રાતથી જ લોકો એકઠા થવા લાગ્યા હતા. ફક્ત વડોદરા જ નહીં પરંતુ આસપાસના જિલ્લાઓમાંથી પણ લોકો વડોદરા ખાતે એકઠા થયા હતા. જે બાદમાં આજે સરઘસ કાઢવામાં આવ્યું હતું.