
શિક્ષણ કાર્ય પણ ચાલુ રહેવું જરૂરી : ભૂપેન્દ્રસિંહ
રાજયના શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ફી અંગેના સરકારના ગઇકાલના પરિપત્રને એકથી વધુ વર્ગ માટે રાહતરૂપ ગણાવ્યો છે. તેમણે જણાવેલ કે નીતિ-નિયમ અનુસાર શૈક્ષણિક કાર્ય ચાલુ રહે, શિક્ષકોને પગાર મળે અને વાલીઓને બાળકોને શાળાની ફીમાં રાહત મળે તે ત્રણ બાબતો પરિપત્રમાં ધ્યાનમાં લેવામાં આવી છે.
ભુપેન્દ્રસિંહે જણાવેલ કે પરિપત્રમાં જણાવ્યું હતું કે શૈક્ષણિક વર્ષ ર૦ર૦-ર૧ માટે અગાઉના શૈક્ષણિક વર્ષ ર૦૧૯-ર૦ર૦માં રાજયની સંબંધિત ‘ફી નિયમન સમિતિ’ દ્વારા નિયત કરવામાં આવેલ ‘ટયુશન ફી’માં વંચાણે લીધા ક્રમાંક (૭) અને (૮)માં દર્શાવેલ પત્રોમાં તમામ સંબંધિકત મંડળોએ આપેલ સંમતિના અનુસંધાને તમામ સ્વ-નિર્ભર શાળાઓએ રપ% ની રાહત આપવાની રહેશે. એટલે કે શૈક્ષણિક વર્ષ-ર૦ર૦-ર૧માં શૈક્ષણિક વર્ષર૦૧૯-ર૦ર૦ માટે રાજયની સંબંધિત ‘ફી નિયમન સમિતિ’ દ્વારા નિયત કરવામાં આવેલ ‘ટયુશન ફી’ના ૭પ% રકમ તમામ સ્વ-નિર્ભર શાળાઓ વાલી પાસેથી વસુલ કરી શકાશે.
વાલી પોતાની અનુકુળતાએ શૈક્ષણિક વર્ષ ર૦ર૦/ર૦ર૧ માં ફી ની રકમ માસિક ધોરણે કે એક સાથે પણ ભરી શકશે. ફી ભરવામાં વિલંબ થાય તો શાળા વાલી/વિદ્યાર્થી પાસેથી કોઇ દંડ વસુલી શકશે નહીં. જો કોઇ વાલીએ ૧૦૦% ‘ટયુશન ફી’ એડવાન્સ ભરી હોય તો તે વાલીને આગામી સમયમાં લેવાની થતી ફી સામે આવી વધારાની રકમ સરભર્ર કરી આપવાની રહેશે.
શૈક્ષણિક વર્ષ-ર૦૧૯-ર૦ના બીજા સત્રની તમામ ફી ની રકમ (જો બાકી હોય તો ) તેમજ વર્તમાન શૈક્ષણિક વર્ષ ર૦ર૦-ર૦ર૧ ના પ્રથમ સત્રની કલમ નંબરઃ ૩.૧ માં ઠરાવ્યા પ્રમાણેની ફીની પ૦% રકમ તા. ૩૧-૧૦-ર૦ર૦ સુધીમાં ભરપાઇ કરી આપે તે ઇચ્છનીય રહેશે પરંતુ અસામાન્ય સંજોગોમાં સમયમર્યામાં ફી ભરવા મટો કોઇ વાલી અક્ષમ હોય તો તેમના દ્વારા શાળા સંચાલક સમક્ષ કારણો સહિતની રજુઆત કરવામાં આવે તો શાળા સંચાલકે કેસ ટુ કેસ ગુણદોષને ધ્યાને લઇને સુચારૂ રીતે માનવીય અભિગમ દાખવીને નિર્ણય લઇને રજુઆતનું હકારાત્મક નિવારણ લાવવાનું રહેશે.
ગુજરાતમાં આવેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, સીબીએસઇ, આઇસીએસઇ, આઇબી તથા અન્ય બોર્ડ સંલગ્ન તમામ સ્વ.-નિર્ભર શાળાઓને લાગુ પડશે.