ટ્રેડિંગરાષ્ટ્રીયવેપાર

કોરોના કહેર વધવા છતાં ઈકોનોમીમાં સુધારો પરંતુ રિઝર્વ બેંકે વ્યાજના દરોમાં નથી કર્યો કોઈ ફેરફાર..

આજે સવારે 10 વાગે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આ બેઠકના પરિણામોની જાહેરાત કરી. ઉલ્લેખનીય છે કે એમપીસીની 3 દિવસની બેઠક 5 એપ્રિલે શરુ થઈ હતી. રિઝર્વ બેંકે આ નાણા વર્ષ એટલે કે 2021-22 માટે જીડીપી ગ્રોથના અનુમાનને પણ 10.5 ટકા પર યથાવત રાખ્યો છે.

રિઝર્વ બેંકે રિવર્સ રેપો રેટ પણ 3.35 ટકા જાળવી રાખ્યો છે. રેપો રેટ એટલે એવો દર જેના પર બેંકોને રિઝર્વ બેંક પાસેથી ઉધાર મળે છે. જ્યારે રિવર્સ રેપો રેટ એટલે રિઝર્વ બેંક પોતાના પાસે પૈસા જમા કરાવવા પર બેંકોને જે વ્યાજ આપે તે. 

ઉલ્લેખનીય છે કે આની પહેલા આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે 5 ફેબ્રુઆરીએ થયેલા દ્વિમાસિક મૌદ્રિક નીતિ સમીક્ષામાં નીતિગત દરમાં કોઈ ફેરફાર નથી કર્યો અને રેપો રેટ 4  ટકા પર બરકરાર રાખ્યો હતો. જાણકારોનું કહેવું છે કે રિઝર્વ બેંક હવે વ્યાજ દરોમાં કોઈ ફેર માટે કોઈ ખાસ તકની રાહ જોશે.

શક્તિકાંત દાસે કહ્યું કે કોરોનાનો કહેર વધવા છતાં ઈકોનોમીમાં સુધારો થઈ રહ્યો છે. જો કે હાલની સ્થિતિમાં જે રીતે મામલા વધી રહ્યા છે તેમાં થોડી અનિશ્ચિતતા વધી છે. પરંતુ ભારત પડકારોને પહોંચી વળવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે ફેબ્રુઆરીમાં રિટેલ મોંઘવારીમાં 5 ટકાની ઉંચાઈ પર રહેવા છતાં આ રિઝર્વ બેંકની સુવિધાજનક સીમાના દાયરામાં આવે છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 + nine =

Back to top button
Close