ગુજરાતદેવભૂમિ દ્વારકાસૌરાષ્ટ્ર

દ્વારકાના જિલ્લા મેજીસ્ટ્રેટએ ઈદ-એ-મિલાદના તહેવારની ઉજવણી દરમિયાન કેટલીક માર્ગદર્શિકાઓનું ચૂસ્ત પણે પાલન કરવા હુકમ ફરમાવ્યો..

દ્વારકા જિલ્લામાં ઈદ-એ-મિલાદના તહેવારની ઉજવણી સંદર્ભે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એમ.એ.પંડ્યાએ તેમને મળેલ સત્તાની રૂએ કેટલીક માર્ગદર્શિકાઓનો ચૂસ્ત પણે અમલ કરવા માટે હુકમ ફરમાવ્યો છે.
            આ હુકમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઈદ-એ-મિલાદના તહેવારની ઉજવણી દરમિયાન નિકળનાર જૂલુસમાં મહત્તમ – ૧૫ વ્યક્તિઓ અને એક જ વાહન સામેલ થઈ શકશે. ઈદ-એ-મિલાદના જુલુસનું આયોજન માત્ર દિવસ દરમિયાન જ કરી શકાશે. ઈદ-એ-મિલાદનું જુલુસ જે વિસ્તારનું હોય તે વિસ્તારમાં જ ફરી શકશે અને શક્ય તેટલા ઓછા સમયમાં પૂર્ણ કરવાનું રહેશે તેમજ ઈદ-એ-મિલાદના જુલુસ અને અન્ય ઉજવણી દરમિયાન કોવિડ – ૧૯ ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે તેમ જણાવાયું છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

17 − 10 =

Back to top button
Close