સ્કૂલ ફી ને લઈને આવ્યો નિર્ણય- ત્રણ અલગ અલગ હપ્તે ચૂકવવી પડશે ૭૦% સુધીની..

રાજસ્થાનની હાઇકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે જણાવ્યું છે કે સ્કૂલની કુલ ફીના ૭૦% સુધીની ફી સ્કૂલ વસૂલી શકશે. બાળકોના માતાપિતા એ આ રકમની ભરપાઈ ૩૧ જાન્યુઆરી સુધી કરવાની રહેશે. આ નિર્ણય રાજસ્થાનના જજ એસપી શર્માએ આપ્યો છે.

રાજસ્થાન સરકારને ચૂનોતી આપવા વળી પ્રાઇવેટ સ્કૂલોની અપીલ ઉપર હાઇકોર્ટનો આ નિર્ણય આવ્યો છે. રાજસ્થાન સરકારના નિર્ણયને લગભગ ૨૦૦ જેટલી સ્કૂલે ચુનૌતી આપી હતી. રાજસ્થાન સરકારે કોરોના દરમિયાન બંધ રહેલ સામે દરમિયાન ના સમય માટે ફી વસુલવાની વાત કહી હતી. રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે પ્રાઇવેટ સ્કૂલના લોકો ફી વસૂલી શકતા નહતા.

કોરોના મહામરીને કારણે રાજસ્થાન સરકારે પ્રાઇવેટ સ્કૂલોને પણ સ્કૂલ ખૂલે નહીં ત્યાં સુધી ફી વસૂલી ઉપર રોક લગાવીને રાખી હતી. સૌપ્રથમ કોરોના મહામરીને જોઈને આ નિર્ણય ૯ એપ્રિલથી ૩૦ જૂન સુધીનો રાખ્યો હતો ત્યાર બાદ કોરોનાને કારણે સ્થિતિ ગંભીર બનતા નિર્ણય લંબાવવામાં આવ્યો હતો. હજુ પણ સ્કૂલ ખૂલી નથી તેને કારણે હાઇકોર્ટે આ ચુકાદો આપ્યો છે.