લોહાણા સમાજ ની દીકરી ના માત્ર ૧ રૂપિયા ટોકન ચાર્જ મા લગ્ન કરાવી આપવામાં આવશે..

ભાટિયા લોહાણા મહાજન દ્વારા એક ભગીરથ કાર્ય નો શુભારંભ ટુક સમય મા થવા જઈ રહી છે લોહાણા મહાજન ભાટિયા દ્વારા આદર્શ લગ્ન વિધિ ( એની ટાઈમ મેરેજ યોજના ) તે અંતર્ગત લોહાણા સમાજ ની દીકરી ના માત્ર ૧ રૂપિયા ટોકન ચાર્જ મા લગ્ન કરાવી આપવામાં આવશે… તે અંતર્ગત હાલ મા જ ભાટિયા લોહાણા મહાજન ના પ્રમુખ શ્રી કિશોરભાઈ દતાણી ઉપપ્રમુખ શ્રી પરેશભાઈ દાવડા ની આગેવાની તેમજ માર્ગદર્શન હેઠળ સરકારી ગાઈડલાઈન મુજબ લોહાણા મહાજન ભાટિયા કારોબારી મેમ્બર્સ ની બેઠક યોજવામાં આવી હતી તેમાં મંત્રીશ્રી વસંતભાઈ ગોકાણી, સહમંત્રી મેહુલભાઈ સામાણી કારોબારી મેમ્બર્સ વિનુભાઈ સચદેવ, મનસુખભાઇ પાબારી, રિપલભાઈ મોદી, વિવેકભાઈ મશરૂ, જીતેનભાઈ દાવડા, નીતિનભાઈ નથવાણી, રાજેશભાઇ સામાણી, દિલીપભાઈ દતાણી, કેતનભાઈ મોટલા, પ્રફુલભાઈ ભાયાણી, કાંતિભાઈ દાવડા વિગેરે ઉપસ્થિત રહિયા હતા જેમાં આદર્શ લગ્ન યોજના ની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી તેમજ લોહાણા સમાજ ના બીજા અગત્ય ના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ યોજના સમાજ ને ખુબજ ઉપયોગી થશે.