ગુજરાતસૌરાષ્ટ્ર

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર બેડ ગામ પાસે કૂતરું આડું ઉતરતા બાઈક સ્લીપ થવાથી ગમખ્વાર અકસ્માત માં દંપત્તિ ખંડીત..

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર બેડ ગામ પાસે એક કૂતરું આડું ઉતરતા બાઈક સ્લીપ થયું હતું. જે અકસ્માતમાં બાઈકચાલક દંપતી ખંડિત થયું છે. પતિને ગંભીર ઈજા થઈ હોવાથી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે, જ્યારે પત્ની ને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નદીના કાંઠે મીરાદાતાર પાસે રહેતો કાસીમ ઉમરભાઈ શેખ નામનો ૩૧ વર્ષનો યુવાન પરમદી ને રાત્રિના પોતાનું મોટરસાયકલ લઈને જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર બેડ ગામના પાટિયા પાસે થી પસાર થઇ રહ્યો હતો, જ્યારે પોતાના પત્ની જમીલાબેન ને પાછળ બેસાડ્યા હતા.

દરમિયાન બેડ પાસે એક કૂતરો આડો ઉતરતા મોટરસાઇકલ સ્લીપ થઇ ગયું હતું. જે અકસ્માતમાં બાઈકચાલક કાસિમભાઈ અને તેમના પત્ની જમીલાબેન બંનેને નાની મોટી ઈજાઓ થઈ હતી. જેથી બન્નેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં કાસીમભાઈ ની તબિયત લથડતાં વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ગઇકાલે તેઓનું મૃત્યુ નિપજયું છે.

આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ મોસીન ઉમર ભાઈ શેખ એ પોલીસને જાણ કરતા સિક્કા પોલીસે મૃતદેહના કબજો સંભાળી આ અકસ્માત અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close