રાષ્ટ્રીય
દેશમાં કૃષિ બિલને લઈને આકરો વિરોધ જોવા મળી રહ્યો છે જાણો સુ કહે છે પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું જો આ બિલ ખેડૂતોના હિત માટે હોય તો સમર્થન મૂલ્ય MSP નો ઉલ્લેખ કેમ બિલમાં નથી ? બિલમાં કેમ નથી લખવામાં આવ્યુ. સરકાર પૂરી રીતે ખેડૂતોની રક્ષા કરશે ? સરકારે ખેડૂતની હિતકારી મંડીઓનું નેટવર્ક વધારવાની વાત બિલમાં કેમ નથી લખવામાં આવી ? સરકારે ખેડૂતોની માંગને સાંભળવી પડશે.મોદી સરકારની કામગીરીને લઈને સતત શાબ્દિક પ્રહારો કરવામાં આવી રહ્યા છે.તેમણે MSP ના મુદ્દા પર સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું હતું કે ખેતીમાં કોંગ્રેસ સરકારે ન્યૂનતમ મૂલ્ય અને મંડીઓના સરંક્ષણની જોગવાઈ કરી હતી. જેથી કરીને ખેડૂતોનું પૂજીંપતિઓના હાથે શોષણ ન થાય.વિપક્ષો દ્વારા પણ તેની વિરુદ્ધ સંસદમાં ચર્ચાઓ કરવામાં આવી રહી છે.