
હોંગકોંગની સરકારે પાકિસ્તાન અને ફિલિપાઇન્સથી પહોંચનાર વિમાનોને પણ આ સમયગાળા માટે સ્થગિત કરી દીધા છે. હોંગકોંગની સરકારે આ નિર્ણય આ મહિને વિસ્તારા એરલાઇન્સની બે ઉડાનોમાંથી 50 પેસેન્જર્સ કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા બાદ લીધો છે.હોંગકોંગની સરકારે ભારત ઉપરાંત પાકિસ્તાન અને ફિલિપાઈન્સથી ત્યાં આવતી ફ્લાઈટ્સ ઉપર પણ 20 એપ્રિલથી 3 મે સુધી રોક લગાવી છે. પાકિસ્તાન અને ફિલિપાઈન્સમાં પણ કોવિડ-19નું સંક્રમણ વધી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે માર્ચની શરૂઆતમાં હોંગકોંગમાં પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો હતો ત્યારબાદ શહેરના હજારો લોકોને ક્વોરન્ટીનમાં રહેવા મજબૂર થવું પડ્યું. પરંતુ હાલ હોંગકોંગમાં કોરોના સંક્રમણના સ્થાનિક પ્રસારના કેસ સામે આવી રહ્યા નથી. તો બીજીબાજુ ભારતમાં કોરોનાનો કહેર ચાલુ છે. દેશમાં કોરોનાની વિકરાળ પરિસ્થિતિ છે.

હોંગકોંગમાં આ સપ્તાહમાં, પ્રથમ વખત, વાયરસના નવા વેરિઅન્ટના બે કેસ મળી આવ્યા. સરકારે કહ્યું કે છેલ્લા સાત દિવસોમાં આ ત્રણ દેશોમાંથી 5 કે તેથી વધુ લોકો આવ્યા છે, જેમાં કોરોનાનો પરિવર્તનીય વાયરસ જોવા મળ્યો છે. આને કારણે સર્કિટ બ્રેકરની વ્યવસ્થા હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત ત્રણેય દેશોને ખૂબ વધારે જોખમવાળા દેશોમાં શામેલ કરવામાં આવ્યા છે.
આ અગાઉ રવિ વારે હોંગકોંગ સરકારે મુંબઈથી હોંગકોંગ વચ્ચે ચાલનારી વિસ્તારા ફ્લાઈટ્સની તમામ ઉડાણને બે મે સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય વિસ્તારાની મુંબઈ-હોંગકોંગ ફ્લાઈટથી પહોંચેલા 3 લોકો રવિવારે કોરોના સંક્રમિત નીકળ્યા બાદ લેવાયો હતો.
હોંગકોંગમાં હજી સુધી કોરોનાના 11,684 કેસ નોંધાયા છે. ત્યાં 209 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 30 થી વધુ કેસ જોવા મળ્યા છે. અહીંના ચીની રસી સિનોવાકથી રસીકરણ ચાલુ છે. રસીકરણ પછી અહીં સુધીમાં 14 લોકોનાં મોત નીપજ્યાં છે. હોંગકોંગે 18 ફેબ્રુઆરીથી પ્રતિબંધોમાં છૂટછાટની ઘોષણા કરી હતી, ત્યારબાદ કોરોનાના કેસ ઘટયા હતા.