પરપ્રાંતીય મજૂરોનો કોરોના ટેસ્ટનો ખર્ચ માલિકે ઉઠાવવાનો રહેશે- રાજ્ય સરકારનો આદેશ

સમગ્ર ભારતમાં અનલોકની પ્રક્રિયા ખૂબ જડપી રીતે આગળ વધી રહી છે. એવામાં ગુજરાતમાં પણ દરેક નાના મોત ધંધા-ઉદ્યોગો ધમધમતા બન્યા છે. અનલોકની પ્રક્રિયા જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતું જાય છે. ધંધા-ઉદ્યોગ શરૂ થતાંની સાથે જ ગુજરાતમાં પરત આવી રહેલા પરપ્રાંતિય કામદારો પણ કામની શોધમાં આવવા લાગ્યા છે.
ગુજરાતમાં પરત આવી રહેલા પરપ્રાંતિય કામદારોને કોવિડના લક્ષણો માટે તપાસણી ફરજિયાત બની છે. શનિવારે ગૃહ વિભાગે સ્પષ્ટ આદેશ જાહેર કર્યો હતો કે પરપ્રાંતિય કામદારોને કોવિડના ટેસ્ટનો ખર્ચો ફેક્ટરી, દૂકાન કે સંસ્થાન એમ તમામ પ્રકારના નોકરીદાતાએ ઉઠાવવો પડશે. એટલુ જ નહી, જો માલિકો, નોકરીદાતાઓ પોતાના કામદારોનો ટેસ્ટ નહી કરે તો તેમને સાત દિવસ ક્વોરન્ટાઈનમાં રાખવાનો ખર્ચ પણ ઉઠાવવો પડશે.
પ્રવાસી શ્રમિકો ગુજરાત પરત આવી રહ્યા છે ત્યારે કોરોનાની તિવ્રતા ઘટે તે ઉદ્દેશ્યથી શ્રમ અને રોજગાર વિભાગ તૈયાર ગાઈડલાઈન તૈયાર કરાઈ છે. તેના માટે બહારથી આવનારા કામદારોમાં કોવિડ-૧૯ના લક્ષણો જણાય તો તેને ક્વોરન્ટાઈનમાં રખવા, હેલ્થ સ્કિનિંગ કરાવી એન્ટીજન ટેસ્ટ કરાવવાની જવાબદારી નોકરીદાતાની રહેશે. એટલુ જ નહી, નોકરીદાતાએ તમામ કામદારોના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરાવવી પડશે. કામના સ્થળે સાબુ અને સેનિટાઈઝરની વ્યવસ્થા પણ રાખવી પડશે.