ગુજરાત
બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્યોએ જિલ્લા કલેકટરને આ રજૂઆત કરી..

બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્યોએ જિલ્લા કલેકટરને રજુઆત કરી.
કોરોનાની મહામારીને લઈ જિલ્લામાં મોટા પ્રમાણમાં પોઝિટિવ કેસો આવતા હોઈ દર્દીઓને ઓક્સિજન,રેમડેસીવીર ઇન્જેક્શનોની ઘટને લઇ દર્દીઓને હાલાકી પડી રહી છે,વળી કેટલાક દર્દીઓ મોતને ભેટી રહ્યા છે.
આ પણ વાંચો..
IPL 2021 RR VS KKR: હારને તોડવા માટે બંને ટીમોમાં આ ફેરફાર થઈ શકે છે..
આરોગ્ય તંત્રની ઢીલી નીતિને કારણે કોંગ્રેસના ધારાસભ્યો શ્રીમતી ગેનીબેન ઠાકોર વાવ,નથાભાઈ પટેલ ધાનેરા,કાંતિલાલ ખરાડી દાંતા,શિવાભાઈ ભુરિયા દિયોદર,ગુલાબસિંહ રાજપૂત થરાદ,મહેશભાઈ પટેલ પાલનપુર સહિતના ધારાસભ્યોએ આજે જિલ્લા કલેકટર આનંદ પટેલને રૂબરૂ મળી આ અંગે ઘટતી કાર્યવાહી કરવા,અને દર્દીઓને પડતી હાલાકી દૂર થાય,તેમજ આરોગ્ય તંત્ર ની બેદરકારી સામે કડક આદેશ કરવા રજૂઆત કરી હતી.
રિપોર્ટ,રાજુજી ઠાકોર,બનાસકાંઠા,