ફરી ચીને લખણ ઝળક્યાં

ફરી વુહાનમાં જંગલી જાનવરનું વેંચાણ શરૂ
આ બજારો ફરીથી ખુલવાની દુનિયાભરમાં નિંદા થઇ રહી છે
ચીનના મેનલેન્ડ ના ’વેટ માર્કેટ્સ’ દુનિયાને કોરોના વાયરસ પ્રકોપ આપવા માટે પહેલાં જ આંતરરાષ્ટ્રીય સ્તર પર ટીકાનું કેન્દ્ર બની ચૂકયું છે. ત્યારબાદ અહીંની સરકારે ભોજન તરીકે વન્યજીવોના વેચાણ પર પ્રતિબંધ પણ લગાવવો પડ્યો હતો.
પરંતુ વુહાનના આ ફૂડ માર્કેટ ના ફકત ફરીથી ખુલી ગયા છે પરંતુ ખુલ્લેઆમ જંગલી જાનવર પણ વેચાઇ રહ્યા છે. જયારે આખી દુનિયામાં આ મહામારીના કારણે મરનારાઓની સંખ્યા વધતી જાય છે, એવામાં આ બજારો ફરીથી ખુલવાની દુનિયાભરમાં નિંદા થઇ રહી છે.
એક રિપોર્ટ અનુસાર વુહાનના તિયાનશેંગ સ્ટ્રીટ વેજિટેલબલ માર્કેટ અને ચાંગચુન રોડ વેજિટેબલ માર્કેટમાં દ્યણા વેપારી જંગલી દેડકા વેચી રહ્યા છે. જયારે જંગલી દેડકાને વેચવા અને ખાવા ચીની કાયદા અને નિયમોનું ઉલ્લંઘન છે. ચીનના ’વાઇલ્ડ એનિમલ પ્રોટેકશન લો’ એ નિર્ધારિત કરે છે કે ’મહત્વપૂર્ણ આર્થિક અને વૈજ્ઞાનિક મૂલ્યવાળા સ્થાનિક જંગલી જાનવરોને સંરક્ષિત કરવા જોઇએ અને દેડકાં તેમાંથી એક છે.
વૈજ્ઞાનિકો અને ચીની અધિકારીઓનું માનવું છે કે આ જીવલેણ બિમારી ચામાચિડીયા જેવા મધ્યસ્થ પ્રજાતિના માધ્યમથી જંગલી જાનવરો વડે મનુષ્યોમાં પહોંચી જાય છે. એટલા માટે વુહાનના બજાર જંગલી જાનવરો સાથે નજીકના સંપર્કમાં હોવાના લીધે તેને તે પ્રકોપ માટે વ્યાપક રૂપથી દોષી ગણવામાં આવે છે.
આ દરમ્યના કોરોના વાયરસ મહામારી ને દુનિયામાં કહેર વર્તાવતાં ૯ મહિના થઇ ચૂકયા છે. અત્યાર સુધી તે દુનિયાભરમાં અઢી કરોડથી વધુ લોકોને સંક્રમિત કરી ચૂકી છે અને ૮.૪ લાખથી વધુ લોકોના જીવ ગયા છે.