ચીનની કંપનીએ બ્રિટનના ૪૦ હજાર લોકોની પણ જાસૂસી કરી

- બ્રિટીશ પીએમથી લઇને શાહી પરિવાર સુધી કૌભાંડ
- ચીની સર્વરમાં તમામ લોકોનું એક ફોલ્ડર તૈયાર કરાયું છે, જેમાં તેની તમામ પ્રકારની જાણકારી રાખવામાં આવી
ચીને જાસૂસી કરીને તેના નાપાક ઈરાદાઓ આખી દુનિયામાં દેખાડી દીધા છે. એક ચીની કંપનીએ બ્રિટનના ૪૦ હજાર લોકોની જાસુસી કરી છે. બ્રિટીશના એક અખબારના રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, એક ચીની કંપનીએ આશરે બ્રિટનના ૪૦ હજાર લોકોનો ડેટાબેઝ તૈયાર કર્યો છે. જેનો ઉપયોગ ચીની સરકાર પોતાની ઈન્ટેલિજન્સ સર્વિસને લઈને કરી રહી છે.
રિપોર્ટમાં પ્રમાણે આ કંપનીએ બ્રિટનના મોટા રાજનેતાઓ, બિઝનેશ મેન, અભિનેતાઓનો ડેટા તૈયાર કર્યો છે. ચીની સર્વરમાં આ તમામ લોકોનું એક ફોલ્ડર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં તેની તમામ પ્રકારની જાણકારી રાખવામાં આવી છે.
અખબારના દાવા પ્રમાણે ચીની કંપનીએ બ્રિટીશ પ્રધાન બોરીસ જોનસન અને તેની કેબિનેટ, શાહી પરિવાર, સેનાના ઓફિસરો, બિઝનેશમેન અને કેટલાક અપરાધીઓનો ડેટાબેઝ તૈયાર કર્યો છે. આ લિસ્ટમાં કેટલાક નામો છે. પરંતુ હજુ સુધી તે ખુલાસો નથી થયો કે ચીને જે ડેટા કલેક્ટર કર્યો છે. ત્યારે ક્યારે અને કેવી રીતે કરી રહ્યું છે. આ ખુલાસા ઉપર બ્રિટીશ સાંસદ જસ્ટી વેલ્બી, ઈફરાઈમ મિરવિસએ સરકારને સવાલો પુછ્યા છે અને કહેવામાં આવ્યું છે કે સમગ્ર બ્રિટન ચીનની નજરોમાં છે.
સોમવારે ભારતમાં એક અંગ્રેજી અખબારમાં એવો ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચીનની એક કંપનીએ પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, કેબિનેટ મંત્રી, ડઝન મુખ્યમંત્રીઓ, પૂર્વ સેનાધ્યક્ષ, જજ, બોલિવૂડ સ્ટાર અને ખેલાડીઓ સહિત ૧૦ હજાર લોકોની જાસુસી કરી છે. આ ખુલાસા બાદ ઘણા સવાલો ઉઠી રહ્યાં છે અને લોકસભામાં આ મામલો ઉઠાવ્યો છે.