
છત્તીસગઢના રાયપુર જિલ્લામાં આજે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. આ માર્ગ અકસ્માતમાં 7 કામદારોનાં મોત નીપજ્યાં છે અને 50થી વધુ મજૂરો ઘાયલ થાય છે. આ બસ શનિવારે સવારે 3:30 વાગ્યાની આસપાસ રાયપુરના નેશનલ હાઇવે 53 પર પહોંચી હતી. એ સમય દરમિયાન સામેથી આવતી ટ્રક તેની સાથે જોરદાર ટક્કર થઈ હતી.
આ ટક્કર આટલી જોરદાર હતી કે તેમાં બસનો એક ભાગ સંપૂર્ણ રીતે ઉખડી ગયો અને ઘટનાસ્થળે જ 6 મજૂરો મૃત્યુ પામ્યા હતા. ઓરિસ્સાથી ગુજરાત આવી રહેલી બસમાં 60-70 મુસાફર મજૂરો હતા. આ દુર્ઘટનામાં 50 થી વધુ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાંથી ઘણાની હાલત ખૂબ ગંભીર છે.જ્યારે એક મજૂરનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. માહિતી મળતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.