ભારતમાં આ કારણોસર રોક લગાવવામાં આવી બ્રિટનની કોરોના વેક્સિન….

ભારતની સિરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાએ બ્રિટનની એક કંપની એક્ટ્રાજેનેક ની બનાવેલ વેક્સિનના હ્યુમન ટ્રાયલ માટે ના પાડી દીધી છે. ટેનની પાછળ ખાસ કારણ જણાવતા સિરામ ઇન્સ્ટીટ્યુટ એ એક ટ્વિટ કર્યું છે અને તેમાં લખ્યું છે કે, સરકારી એજન્સી ડ્રગ કંટ્રોરલ જનરલ ઓફ ઈન્ડિયાના નિર્દેશોનો પાલન કરતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે એ કંપની ની હાલની પરિસ્થિતી ઉપર નજર રાખીને અમે બેઠા છીએ પણ ત્યાં સુધી એમની બનાવેલ વેક્સિનનું હ્યુમન ટ્રાયલ ઉપર રોક લગાવીએ છીએ. જ્યાં સુધી એ કંપની જાતે પોતે બનાવેલ વેક્સિનની ટ્રાય શરૂ નહીં કરે ત્યાં સુધી ભારત પણ નહીં કરે.
આ કારણ આપવા પહેલા બ્રિટનની એક કંપની એક્ટ્રાજેનેકની વેક્સિન ઉપર સિરમ ઈન્સ્ટિયુટ એ ટ્વિટ કરીને પૂછ્યું હતું કે, જ્યારે અમેરિકા , બ્રિટન, બ્રજિલ અને દક્ષિણ આફ્રિકા કંપની એક્ટ્રાજેનેકની વેક્સિનનું હ્યુમન ટ્રાયલ અટકાવવા માં આવ્યું છે તો ભારતમાં કેમ નહીં? જ્યાં સુધી દર્દીઓની સુરક્ષાની ખત્રિ ન થઈ જાય ત્યાં સુધી આ ટ્રાયલ અટકાવી દેવું જોઈએ.

થોડા દિવસ પહેલા બ્રિટનની એક કંપની એક્ટ્રાજેનેક દ્વારા બનાવેલમાં આવેલ એ વેક્સિનને કારણે વેન્ટિલેટર ઉપર રાખવામા આવેલ વ્યક્તિમાં અલગ પપ્રકારના લક્ષણો જોવા મળ્યા હતા જેને કોરોના વેક્સિન ના સાઈડ ઇફેક્ટ પણ કહેવામા આવ્યું છે. હાલ ભારતે પણ બ્રિટનની એ કંપની એક્ટ્રાજેનેકની વેક્સિનના હ્યૂમન ટ્રાયલ ઉપર રોક લગાવી દીધી છે.