ગુજરાત
બગસરા નગરપાલિકા ચીફ ઓફિસરે 72 રોજમદારોને છુટા કર્યા.

કોરોનાના કપરા કાળમાં જ્યા લોકો નિરાધાર થયા છે. ત્યા બગસરા નગ,પાલિકાના ચીફ ઓફિસરે કોઇ પણ કારણ જણાવ્યા વગર 72 જેટલા રોજમદારોને છુટા કરતા, 72 પરિવારમાં રોષ સાથે ધેરા આધાતના પડધા પડ્યા છે. રોજમદારને છુટા કરાતા કોરોના સંક્રમણના કપરા કાળમાં સેનેટાઈઝર તથા ફોગીંગનું કામ બંધ થયું છે.
આ રોજમદારોને છુટા કરવા પાછળનું કારણ ચુંટાયેલા લોક પ્રતિનિધિઓને પણ ખબર નથી, જ્યારે ચીફ ઓફિસરે ફોન સ્વીચ ઓફ કરી દીધો છે. જો આ 72 રોજમદારોને ફરીથી કામે ચડાવવામાં નહી આવે તો નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે