દિલ્હીથી બેંગ્લુરુ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં બાળકનો જન્મ

માતા અને પુત્ર બંને સ્વસ્થ
દિલ્હીથી બેંગ્લુરુ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં એક પ્રેગ્નેટ લેડીએ બાળકને જન્મ આપ્યો. ઈન્ડિગોએ કહ્યું- અમે આ વાતની પુષ્ટિ કરીએ છીએ કે દિલ્હીથી બેંગલુરુ જઈ રહેલી અમારી ફ્લાઈટ 6E 122માં બુધવારે સાંજે 7:40 વાગ્યે બાળકનો જન્મ થયો. બાળક પ્રિમેચ્યોર છે. માં અને બાળક બંને સ્વસ્થ છે.

ડિલિવરી દરમિયાન ફ્લાઈટ ઓપરેશન સામાન્ય હતું. આ વચ્ચે એવું કહેવામાં આવે છે કે બાળકને ઈન્ડિગો એરલાઇન્સ તરફથી ફ્રી હવાઈ યાત્રાની ભેટ મળી શકે છે. સામાન્ય રીતે પ્લેનમાં જન્મ લેનાર બાળકોને એરલાઇન્સ આ પ્રકારની તક આપે છે. જો કે હજુ સુધી આ અંગે ઈન્ડિગો દ્વારા કોઈ જાહેરાત નથી કરવામાં આવી. પ્લેન સાંજે 7:40 વાગ્યે બેંગલુરુ એરપોર્ટ પર લેન્ડ થયું.

ડિલિવરી એરલાઇન્સના ટ્રેન્ડ ક્રૂ મેમ્બર્સે કરાવી. ઈન્ડિગોએ બાળક અને તેની માતા અંગે વધુ જાણકારી નથી આપી. બેંગલુરુ એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થયા બાદ ઈન્ડિગોના ક્રૂ મેમ્બર્સે બાળક અને તેની માતાને અભિનંદન આપ્યા અને ભેટ પણ આપી. સોશિયલ મીડિયા પર બાળકના જન્મ પછી તેની તસવીરને પોસ્ટ કરવામાં આવી રહી છે.