સ્પોર્ટ્સ

આજથી આઈપીએલની 13મી સીઝન શરૂ…

આજ ના દિવસ ની તો ક્રિકેટ પ્રેમીઓ રાહ જોય રહિયા હતા.

આઈપીએલ એટલે ભારતીય લોકોનો ત્યોહાર.

કેટલાક મહિનાઓ બાદ આઈપીએલની 13મી સીઝન આજથી યૂએઈમાં શરૂ થઈ રહી છે.આઈપીએલ ના ઈતિહાસની બે સફળ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ પ્રથમ મેચમાં આજે એક બીજાની સામે હશે. 

મેચ આજથી અબુ ધાબીના શેખ જાયેદ સ્ટેડિયમમાં ભારતના સમયનુસાર સાંજે 7-30 કલાકે શરૂ થશે.આઈપીએલના ઈતિહાસમાં આ બીજી વખત છે જ્યારે આઈપીએલ ભારતની બાહર આયોજિત કરવામાં આવશે.

આમ તો આઈપીએલનું આયોજન 29 માર્ચથી ભારતમાં જ થવાનું હતું પરંતુ કોરોના વાયરસને કારણે ટાળી દેવામાં આવ્યું હતું. હવે યૂએઈના ત્રણ શહેર અબુ ધાબી, શારજાહ અને દુબઈમાં આઈપીએલ રમાશે.

કોરોના વાયરસને કારણે જોકે આ વખતે આઈપીએલ દર્શકો વગર જ રમાવડામાં આવશે.જોકે ટીવી પર તેને કોરોડ લોકો દ્વારા જોવાની આશા છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close