આંતરરાષ્ટ્રીયગુજરાતરાષ્ટ્રીય

ચીનની ચાલાકી સેટેલાઈટની જુબાની- અરબ સાગર દ્વારા કચ્છ-ગુજરાતમાં …

છેલ્લા ઘણા દિવસોથી ચીન અને ભારત વચ્ચેના સંબંધો વધુને વધુ બગડતા જાય છે એવામાં આપણા 56 ઇંચની છાતીવાળ પીએમએ ચીન ઉપર ડિજિટલ હુમલો કરી તેને ભારતની શક્તિનો અનુભવ કરાવી દીધો છે.

ચીન અશિયામાં અને ખાસ કરીને ભારતના પાડોશી દેશોમાં વ્યાપારના નામે સૈન્ય ગતિવિધિઓ વધારવા મથી રહ્યું છે. તેનો હેતુ હવે સ્પષ્ટ રીતે સામે આવ્યો છે. એ ભારતને ચારે બાજુથી ઘેરવા માંગે છે. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ચાઇના હસ્તકના ગ્વાદર બંદરથી એ ભારત ઉપર નજર બનાવીને બેઠું છે. આ કોમર્શિયલ પોર્ટ પાછળ ચીનનો છૂપો ઇરાદો અરબ સાગરમાં પોતાની સૈન્ય હાજરી રાખવાનો છે. તેને સમર્થન આપતી કેટલીક ગતિવિધિઓ થઈ રહી છે.

પાકિસ્તાનના આ પોર્ટ ઉપર છેલ્લા ઘણા સમયથી કોઈ રહસ્યમય બાંધકામો ચાલી રહ્યા હોય તેવા ઘણા લક્ષણો દેખાઈ રહ્યા હતા. આ બાંધકામો ઉપર સેટેલાઈટ વડે નજર રાખવામાં આવતી હતી. હવે એવી શંકા જાતવવામાં આવી છે કે આ બાંધકામ ચીની નેવલ બેઝ પણ હોય શકે છે. જો વાતમાં થોડું પણ તથ્ય હશે તો ભારત માટે હવે અરબ સાગરમાં પણ બે દેશની સેનાઓ સાથે લડવાની નોબત આવી શકે છે.

આ વાત અંગે વધુ મળતી માહિતી અનુસાર ચાઇના-પાક ઇકોનોમિક કોરીડોરના નામે ચીન પાકિસ્તાનના ગ્વાદરથી બેઇજીંગ સુધી માર્ગ બનાવ્યો છે અને ત્યાં આવેલ ગ્વાદર પોર્ટનું સંચાલન પણ ચીન જ કરી રહ્યું છે. આ પોર્ટ પર કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ ચાલી રહી છે.ચીને આ પોર્ટની ત્રીજી સાઇટ પર બાંધકામ શરૂ કરી દીધું છે.

ચીન ચાલાકીપૂર્વક એ બાંધકામને છુપાવવા માટે એ બાંધકામના છાપરા વાદળી રંગોથી ઢાંકી દીધા છે જેને કારણે સ્પષ્ટ રીતે શું ચાલી રહ્યું છે તેની ખબર પડી શકતી નથી. ગૂગલ મેપમાં તેને પાકિસ્તાનનું કવોરંટાઈન સેન્ટર બતાવવામાં આવ્યું છે પણ પાકિસ્તાનમાં પ્રથમ કેસ નોંધાયો તેના પહેલાથી આ બાંધકામ થઇ રહ્યું છે જેથી આ વાત ખોટી છે એ સાબિત થઈ ગયું છે.

આ પોર્ટ પાસે એક હોસ્પિટલ છે અને તેની એક ટેકરી પાછળ આ બાંધકામ ચાલી રહ્યું છે સાથે જ સેટેલાઇટમાં મળેલ તસવીરો અનુસાર ત્યાં હેલીપેડ પણ નજર આવી રહ્યું છે. દર શહેરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તો પહેલાથી જ છે. તેવામાં પોર્ટના દુર્ગમ છેવાડે આ હેલિપેડ અનેક શંકા ઊભી કરે છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close