
- ટ્રેનમાં મુસાફરોને વ્રતનું ભોજન અને 10 લાખ વીમા સહિતની સુવિધા મળશે
- તેજસ ટ્રેનમાં મુસાફરોને અપાશે કોવિડ સેફ્ટી કિટ, માસ્ક પહેર્યા પછી જ મળશે પ્રવેશે
લગભગ 7 મહિના બાદ તેજસ એક્સપ્રેસ ફરીથી શરૂ થવા જઈ રહી છે. કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે આ ટ્રેન ઘણાં સમયથી બંધ રાખવામાં આવી હતી. જો કે હવે અનલૉક દરમિયાન જેમ-જેમ છૂટ મળી રહી છે, તેમ-તેમ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી રહી છે. નવરાત્રિને જોતા ટ્રેનમાં વ્રત વાળું ભોજન પણ મળશે. જ્યારે ટ્રેનમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય, તે માટે મુસાફરોની બે સીટ વચ્ચે એક સીટ ખાલી છોડવામાં આવશે. આજથી લખનઉથી નવી દિલ્હી અને અમદાવાદથી મુંબઈના રૂટ પર ટ્રેન સેવા શરૂ થવા જઈ રહી છે.

અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસમાં કુલ 758 સીટો છે, જેમાંથી 56 સીટો એક્ઝિક્યુટિવ ક્લાસની અને ચેર એસી ક્લાસની છે. આ ટ્રેનની સ્પીડ પ્રતિ કલાક 160 કિમી હશે. અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ ટ્રેનમાં વિજળીનો વપરાશ પણ ઓછો થશે. ટ્રેનની દરેક સીટની બેક સાઈડમાં એક LCD લગાવવામાં આવેલી હશે. ટ્રેનમાં વાઈફાઈ ઉપરાંત કેટરિંગનું મેન્યૂ પ્રખ્યાત શેફ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
IRCTCએ કહ્યું છે કે, 17 ઓક્ટોબરથી તેજસ ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે. કોરોના મહામારી અને તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને મુસાફરોની યાત્રા સુરક્ષિત બનાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.