પંચમહાલમાં શહેરાની સરકારી વિનયન કોલેજ ખાતે શિક્ષકદિનની ઉજવણી ઓનલાઈન ઉજવણી કરવામા આવી

પંચમહાલમાં શહેરાની સરકારી વિનયન કોલેજ ખાતે શિક્ષકદિનની ઉજવણી ઓનલાઈન ઉજવણી કરવામા આવી
પંચમહાલ,
સરકારી વિનયન કોલેજ શહેરા માં આજરોજ microsoft teams ના માધ્યમથી શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજના 65 જેટલા વિદ્યાર્થીઓ તેમજ કોલેજ ના તમામ અધ્યાપકો જોડાયા હતા. આજનું તમામ શૈક્ષણિક કાર્ય વિદ્યાર્થીઓએ જ online microsoft teams ના માધ્યમથી કર્યું હતું. કોલેજમાં ભણાવવામાં આવતા સંસ્કૃત, ગુજરાતી,હિન્દી,અંગ્રેજી, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ઇતિહાસ અને મનોવિજ્ઞાન આ આઠ વિષયના વિદ્યાર્થીઓએ સેમેસ્ટર ત્રણ અને પાંચ ના લેક્ચર લીધા હતા. લેકચરો પૂર્ણ થયા બાદ 10:30 થી 12.00 દરમિયાન જનરલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઠ વિષયના આઠ વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકેના કેવા અનુભવો થયા તેના પ્રતિભાવો રજૂ કર્યા હતા. કોલેજના આચાર્યશ્રી ડો. વિપુલ ભાવસારે શિક્ષકદિન નિમિત્તે સૌને શુભકામનાઓ પાઠવી હતી અને જે વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા તેમને અભિનંદન આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. અને આ જ રીતે covid-19 ની વિકટ પરિસ્થિતિમાં ઘરે બેઠા જ કોલેજના સૌ વિદ્યાર્થીઓ ઓનલાઇન લેક્ચરમાં જોડાય તે માટે અનુરોધ કર્યો હતો . પ્રોફે. ડો.દિનેશ માછીએ Teachers & indian cultural વિષય ઉપર પ્રાસંગિક ઉદબોધન કરીને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે શિક્ષક કેવો હોવો જોઈએ અને શિક્ષક તેમજ વિદ્યાર્થીઓના કેવા સંબંધ હોવા જોઈએ તેના વિશે વાત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું ટેકનિકલી આયોજન કોલેજના IQAC કો-ઓર્ડીનેટર પ્રોફે. કિરણસિંહ રાજપુતે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના વિદ્યાર્થીની વંદના બારીયાએ કર્યું હતું અને આભારવિધિ પણ વિદ્યાર્થી જીગ્નેશ પારગીએ કરી હતી.
રિપોર્ટર – ગણપત મકવાણા પંચમહાલ
This article is personal view of our viewer, we’re not confirmed any detials personally, let us know if you know anything more about this