ટ્રેડિંગમનોરંજન

તારક મહેતા કા ઊલટા ચશ્મા: દયાબેન નવરાત્રી પૂર્વે પાછી ફરશે! જાણો નિર્માતા અસિત મોદીએ શું કહ્યું..

ટીવીના પ્રિય શો ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’એ તાજેતરમાં જ તેના 3000 એપિસોડ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે, ટીમે ભવ્ય ઉજવણી કરી અને શોના 3000 એપિસોડ પૂરા થવાની ઉજવણી કરી. તાજેતરમાં શોની બે કલાકારો નેહા મહેતા અને ગુરુચરણસિંહે શોને અલવિદા કહ્યું હતું. જે બાદ આ શોમાં બે નવા કલાકારોએ તેમનું સ્થાન લીધું હતું. પરંતુ, તે દરમિયાન, એક નામ ના શોમાં પાછા ફરવાના સમાચારો વારંવાર આવતા રહ્યા. આ નામ ‘તારક મહેતા …’ ની ‘દયાબેન’ એટલે કે દિશા વાકાણી, જે ઘણા સમયથી શોથી દૂર છે અને આ દિવસોમાં માતૃત્વની મજા લઇ રહી છે.

દરમિયાનમાં એવા સમાચાર છે કે દયાબેન ટૂંક સમયમાં શોમાં પરત ફરી શકે છે. દયાબેન એટલે કે દિશા વાકાણી નવરાત્રી પૂર્વે દિશા શોમાં પરત ફરી રહી હોવાના અહેવાલ છે. માધવી ભાભી એટલે કે સોનાલીકાએ પણ દિશાના શો માં પાછા ફરવાની વાત પર મૌન તોડ્યું છે. દિશા વાકાણીની એન્ટ્રી પર બોલતા સોનાલીકાએ કહ્યું કે- ‘મને હાલ આ મામલે કોઈ માહિતી નથી. મને પણ અન્ય લોકો પાસેથી એવું જ સાંભળવા મળે છે. આવા અહેવાલો ત્રણ વર્ષથી આવી રહ્યા છે, પરંતુ હજી સુધી તેની પુષ્ટિ થઈ નથી.

તાજેતરમાં જ શોના નિર્માતા અસિત મોદીએ પણ આ સમાચારો પર પ્રતિક્રિયા આપી હતી અને દિશા વાકાણીની વાપસી પર કહ્યું હતું કે ‘હજી કંઇ નિશ્ચિત નથી’. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિર્માતાઓ દિશા વાકાણીને શોમાં લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. કારણ કે, દિશાનું પાત્ર ‘દયાબેન’ પ્રેક્ષકોને ખૂબ પસંદ આવે છે. આવી સ્થિતિમાં, નિર્માતાઓ પ્રેક્ષકોના પ્રિય પાત્રને વધુ દિવસોથી તેમનાથી દૂર રાખવા માંગતા નથી. કારણ કે શોમાં દયાબેન અને જેઠાલાલની જોડી દર્શકોને ખૂબ પસંદ આવે છે. આવી સ્થિતિમાં, નિર્માતાઓ કોમેડી ક્વીન દયાબેનને મનાવવામાં વ્યસ્ત છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

12 + seventeen =

Back to top button
Close