ક્રાઇમ

સુશાંત કેસ: સુશાંતની હત્યા નહિ, આપઘાત જ કર્યો; ફોરેન્સિક રિપોર્ટમાં હત્યા ન થઇ પુરવાર

અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતની હત્યા થઇ નથી એવું AIIMSના ફોરેન્સિક રિપોર્ટમાં જણાવાયું હતું.

AIIMSએ આ રિપોર્ટ સીબીઆઇને સોંપી દીધો હતો. હવે સીબીઆઇ આ કેસની તપાસ સુસાઇડના એંગલને ધ્યાનમાં રાખીને કરશે. હવે સીબીઆઇએ એ તપાસ કરવાની છે કે સુશાંતે કોઇની ઉશ્કેરણીથી આપઘાત કર્યો હતો કે પોતાની જાતે આ પગલું ભર્યું હતું. એ ડિપ્રેશનનો શિકાર થયો હતો કે ડ્રગની અસર હોવાથી આપઘાત કરવા પ્રેરાયો હતો. એને આપઘાત કરવા પ્રેરે એવી કોઇ ધાકધમકી મળી હતી કે? આ સવાલોના જવાબ હવે સીબીઆઇએ શોધવાના છે.

AIIMSના રિપોર્ટમાં જણાવાયું હતું કે સુશાંતની હત્યા થઇ હોય એવો એક પણ પુરાવો ફોરોન્સિક તપાસમાં હાથ લાગ્યો નહોતો. AIIMSના મેડિકલ બોર્ડે મુંબઇની કૂપર હૉસ્પિટલ દ્વારા અપાયેલા રિપોર્ટ સાથે પોતાનાં તારણોને તપાસ્યા હતા અને ત્યારબાદ સીબીઆઇને આ રિપોર્ટ સોંપી દીધો હતો. સીબીઆઇ આ બાબતમાં અત્યાર સુધીમાં 20 જણની પૂછપરછ કરી ચૂકી હતી.

હવે સુશાંતને ત્યાંથી મળેલા કેનન કેમેરા અને બે મોબાઇલ ફોન, લેપટોપ, હાર્ડ ડિસ્કની તપાસ બાકી છે. એની તપાસ પૂરી થયા બાદ સીબીઆઇ પોતાનો નિષ્કર્ષ જાહેર કરશે. હજુ પણ જો કોઇ કડી એવી મળશે જે એમ સૂચવે કે સુશાંતની હત્યા થઇ હતી તો એને ઇન્ડિયન પીનલ કૉડની 302મી કલમ સાથે જોડી દેવામાં આવશે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close