સુરેન્દ્રનગર: લીંબડી બેઠકને લઇ અપક્ષ ઉમેદવાર ગોપાલ મકવાણાનું ફોર્મ રદ..

ગોપાલ મકવાણાએ અપક્ષ તરીકે ફોર્મ ભર્યું હતું.
કોંગ્રેસ અને ભાજપએ લિંબડી,ચુડા અને સાયલા વિધાનસભા સીટ પર કોળી સમાજને ટીકીટ નહીં ફાળવતા સાયલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગોપાલ મકવાણાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે,કોંગ્રેસે લીંબડી બેઠક પરના ઉમેદવાર તરીકે ચેતન ખાચર પર અંતિમ મહોર મારી હતી. ત્યારે તેના પગલે કોંગ્રેસના કોળી આગેવાનોની સાથે સમગ્ર કોળી સમાજ નારાજ થયો છે. લીંબડી બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ હોવા છતાં ભાજપ અને કોંગ્રેસ બંનેમાંથી કોઇ પણ પક્ષે કોળી ઉમેદવારને મેદાનમાં નથી ઉતાર્યાં. જેથી તેનાં કારણે કોળી સમાજના આગેવાનો બંને પક્ષથી નારાજ છે.

ટિકિટ ન મળે તેમ લાગતું હોવાંને કારણે કોંગ્રેસના જ ગોપાલ મકવાણાએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. પરંતુ તાજેતરમાં મળતા સમાચાર અનુસાર, અપક્ષ ઉમેદવાર ગોપાલ મકવાણાનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. અંતે ગોપાલ મકવાણાનું ફોર્મ રદ થતા કોંગ્રેસને મોટી રાહત મળી છે.