
વરાછા રોડ ના રિલાયન્સ ડિજિટલ શોરૂમમાં લૂંટ, જ્યાં અત્યાધુનિક અલાર્મ ટેકનોલોજી તેના પોતાના નેટવર્કથી છૂટી ગઈ. તપાસમાં બહાર આવ્યું છે કે કર્મચારીઓ આવ્યાના ત્રણ મિનિટ પહેલા સવારે 5.42 વાગ્યે ઘરફોડ ચોરી કરી ભાગી છૂટ્યા હતા. પોલીસને ચેતવણી આપવામાં વિલંબ થતાં ચોરી કરનારાઓને પડોશી રાજ્ય મહારાષ્ટ્ર છટકી જવા માટે પૂરતો સમય મળ્યો હતો.

શોરૂમમાં તસ્કરો ઘૂસતા મુંબઈ કંટ્રોલરૂમમાં સાયરન વાગી પણ ગાર્ડ સૂતેલો હતો
રિલાયન્સ ડિજિટલ શોરૂમમાં તસ્કરો શટર ઊંચું કરી અને કાચનો દરવાજો ખોલી ઘુસ્યા તે સાથે જ મુંબઈ કંટ્રોલરૂમમાં સાયરન વાગી હતી, પરંતુ ફરજ ઉપર હાજર ગાર્ડ સૂતેલો હોય તેને તરત ખબર પડી ન હતી. જયારે તેને જાણ થઈ ત્યારે તેણે સુરત ખાતે લોસ પ્રિવેંશન ઓફિસર સોનલબેનને જાણ કરી હતી. તેમણે મેનેજરને જાણ કરી તેની બે મિનિટમાં જ તસ્કરો રવાના થઈ ગયા હતા. જો મુંબઈ કંટ્રોલરૂમમાં ગાર્ડને તરત ખબર પડી હોત અને તેણે સુરત જાણ કરી હોત તો પોલીસને તસ્કરોને રંગેહાથ પકડવામાં સફળતા મળતે.