સુરત: ખાનગી ડોકટરની બેદરકારી, ઓપરેશન બાદ દર્દીના ગળામાં..

ઓપરેશન દરમિયાન ડૉકટર તે દર્દીના ગળામાંથી ટિસ્યુ જેવું કાપડ કાઢવાનું ભૂલી ગયા હતા. 21 દિવસ બાદ CT સ્કેનમાં મણકાના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની બેદરકારી સામે આવી હતી.
60 વર્ષીય વ્યક્તિ કે જેઓના હાથ અને પગમાં દુ:ખાવો ઉપડતા તેમણે શહેરના મણકાના સ્પેશિયાલિસ્ટ ડૉકટરનો સંપર્ક કર્યો હતો. જ્યાં ઓપરેશન દરમિયાન ડૉકટર તે દર્દીના ગળામાંથી ટિસ્યુ જેવું કાપડ કાઢવાનું ભૂલી ગયા હતા. 21 દિવસ બાદ CT સ્કેનમાં મણકાના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની બેદરકારી સામે આવી હતી અને ફરીવખત સર્જરી કરીને કપડું બહાર કાઢવું પડ્યું હતું.

દર્દી જેને ભગવાનનો દરજ્જો આપતા હોય છે આવા તબીબ કેટલા બેજવાબદાર હોય ચે તેમની બેજવાબદારી કોઇ દિવસ કોઇનો જીવ જાય તેવી હોય છે ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા ઉમિયાનગર ખાતે રહેતા દશરથભાઇ શિવરાજ પટેલ છેલ્લા ઘણા સમયથી હાથ પગની સમસ્યાથી પિડાતા હતા. મણકાની તકલીફને ધ્યાને રાખતા મણકા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બતાવવા તબીબે ઓપરેશન કરવા માટેની સલાહ આપી હતી. 15 સપ્ટેમ્બરના દિવસે ઓપરેશન કરીને વિડિયો બનાવી તે કપડું અથવા ટિસ્યુ બહાર કાઢવામાં આવ્યું હતું.
આ સમગ્ર વિવાદ થતા દર્દીના પરિવારજનોએ અઠવા પોલીસ અને સુરત પોલીસ કમિશનરને લેખિતમાં અરજી આપીને બેદરકારી દાખવનાર ડૉકટરની સામે કાર્યવાહીની માગ કરી છે. પોલીસે પણ આ અરજીના સંદર્ભે દર્દીના પરિવારજનોનું નિવેદન નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
ફેમિલી ડોક્ટર્સે જણાવ્યું કે, ભુલથી ગેંગરીન પણ તઇ શકે અને મૃત્યુપણ થઇ શકે. જેથી 15 સપ્ટેમ્બરે આખા ઓપરેશનો વીડિયો બનાવીને કોટનનું કપડું બહાર કાઢવામાં આવ્યું હતું. બે દિકરી અને દીકરાના પિતાની ગંભીર બેદરકાર ડોક્ટરનાં મણકાના સ્પેશ્યાલિસ્ટ સામે ફરિયાદ દાખલ કરાવી છે.