
સિવિલ હોસ્પિટલ અને પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ વરાછાના અશ્વનિકુમાર રોડ ઉપર રાજ રેસિડેન્સીમાં રહેતા 30 વર્ષીય રાકેશભાઈ ઘુસાભાઇ ચાંદીગરા ગઈ તારીખ 20 મીએ બપોરે ચોકબજારના વેડ રોડ ખાતે શ્રદ્ધા સોસાયટીમાં બાંધકામ સાઇટ પર કામ કરતા હતા, ત્યારે તે અચાનક બીજા માળેથી નીચે પટકાતાં ગંભીર ઈજા થઈ હતી. રાકેશભાઈ મૂળ જૂનાગઢના માંડવાડ ગામના વતની હતા તે કોન્ટ્રાક્ટર કામની સાથે કડિયા કામ પણ કરતા હતા તેમને બે સંતાન છે. આ અંગે ચોકબજાર પોલીસે તપાસ આદરી છે. જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં સારવાર દરમિયાન શુક્રવારે સવારે તે મોતને ભેટ્યા હતા.