
સુરત: સામાન્ય રીતે આપણે સ્કુલોમાં એડમિશનની લાઈન જોઈ હશે પરંતુ આ લાઈનો ફક્ત ખાનગી શાળાઓમાં દેખાઈ હશે. શહેરની મેટાસ સ્કૂલના વાલીઓમાં સ્કૂલ દ્વારા ઉઘરાવવામાં આવતા ડોનેશનને લઈને રોષ વ્યાપી ગયો છે. વાલીઓનો આરોપ છે કે એડમિશનના નામે સ્કૂલ દ્વારા ડોનેશન ઉઘરાવવામાં આવી રહ્યુ છે. અત્યાર સુધીમાં 30 થી 40 જેટલા વાલીઓ પાસેથી ડોનેશન ઉઘરાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત સરકારના શાળાકીય બાબતોનું નિયમન કરતા સત્તાવાળાઓ દ્વારા શા માટે પગલાં લેવામાં આવી રહ્યા નથી તેમ જણાવ્યું હતું. શાળાઓ આ રીતે બેફામ બનીને એડમિશન ફીના નામે ડોનેશનના સ્વરૂપમાં ઉઘાડી લૂંટ ચલાવે છે અને સરકાર આ મુદ્દે શા માટે નિષ્ક્રિય છે તેવો સવાલ પણ આ વાલીઓએ પૂછ્યો હતો. વાલીઓએ આરોપ લગાવ્યો છે . વાલીઓ દ્વારા શાળાને રજૂઆત કરવા છતાં શાળાના સંચાલકો ટસનામસ થઇ રહ્યા નથી.