સુરત: ધનવંતરી રથમાં મોટું કૌભાંડ.

બાળકોમાં કર્યું એક્સપાયરી દવાઓનું વિતરણ
સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા ધનવંતરી રથ પર રેપિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા જ આ ધનવંતરી રથને લઇ વિવાદ ઉદભવ્યો હતો. જેમા રેપિડ ટેસ્ટ બિલકુલ નિશુલ્ક હોવા છતાં લોકો પાસેથી 450 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા હતા.હવે આ ધનવંતરી રથને લઇ વધુ એક વિવાદનો મધપૂડો છંછેડાયો છે. સુરતના વરાછા વિસ્તારના પુણામાં ધનવંતરી રથમાં એકસ્પાયરી ડેટની દવા આપવા માવતી હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેના કારણે મસમોટો વિવાદ ઉભો થયો છે.

શહેરમાં 100થી વધુ ધનવંતરી રથ ચલાવવામાં આવી રહ્યાં છે જેમાં ઉકાળા, આર્યુવેદીક દવાઓ અને હોમિયોપેથી સાથે અન્ય દવાઓનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.ધનવંતરી રથમાં કોરોનાથી રક્ષણ મેળવવા અને બાળકોમાં લોહીની ઉણપ દુર થાય તે માટેની દવા લોકોને આપવામાં આવે છે પરંતુ આ દવા ઓગષ્ટ માસમાં જ એક્સપાયરી થઈ હોવાનું બહાર આવ્યું છે.
સુરતમાં હાલમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા સુરત આજે વરાછા ઝોનના પુણા વિસ્તારની સીતાનગર સોસાયટીમાં ધન્નવતરી રથ આવ્યો અને લોકોને દવાનું વિતરણ કરતો હતો. દરમિયાન સોસાયટીના પ્રમુખે સોસાયટીના લોકોને રોગથી બચવા માટે દવા લેવા કહ્યું હતું. દરમિયાન એક્સપાયરી થયેલી દવાઓ મળી આવી હતી.