રાષ્ટ્રીય

સુપ્રિમ કોર્ટની સુઓમોટોઃ કેન્દ્રને કોરોના અંગે નોટીસઃ 4 મુદ્દા અંગે માંગ્યો જવાબ..

હાઈકોર્ટમાં થયેલ અરજીઓ સુપ્રિમ કોર્ટમાં થઈ શકે ટ્રાન્સફર..

આજે સુપ્રિમકોર્ટે સુઓમોટોની નોંધ લઈને કોરોનાના સંદર્ભે નોટીસ પાઠવીને 4 મુદ્દે તાકીદે જવાબ માંગ્યો છે.

કેન્દ્ર-રાજય સરકારો દ્વારા થતી કોરોનાની કામગીરી, લોકોને થતી હાલાકી અને વધી રહેલા સંક્રમણ અને મૃતાંકને લઈને દેશભરમાંથી ઉઠી રહેલા અવાજને ધ્યાને લઈને સુપ્રિમકોર્ટે આ મુદ્દે હાઈકોર્ટમાં થયેલી અરજીઓ તથા તમામ કેસોને પણ સુપ્રિમકોર્ટમાં ટ્રાન્સફર થવાની શક્યતા દર્શાવી છે.

આ પણ વાંચો..

sports: CSK ના કોચ ફ્લેમિંગે ધોનીના માતાપિતાની સ્થિતિ વિશે માહિતી આપતા કહ્યું કે…

સુપ્રિમકોર્ટે કહ્યું છે કે, દેશમાં ઈમરજન્સી જેવી હાલત છે. સુપ્રિમકોર્ટે ખાસ કરીને ઓક્સિજન, દવા, વેક્સિનેશન અને લોકડાઉનના 4 મુદ્દે કેન્દ્રનો જવાબ માંગ્યો છે, અને કોરોના સામેના જંગ માટે કેન્દ્ર સરકારનો રોડમેપ શું છે અથવા પ્લાન શું છે, તે જણાવવા કહ્યું છે. આ મુદ્દે આવતીકાલે વિશેષ સુનાવણી થશે તેમ જાણવા મળે છે.

સુપ્રિમ કોર્ટે હરીશ સાલ્વેને આ મુદ્દે સેમિક્સ કયૂરી તરીકે નિયુક્ત કર્યા હોવાનું પણ જાણવા મળેલ છે. સુપ્રિમ કોર્ટે આ મુદ્દે સુઓમોટો નોંધ લેતા આ મુદ્દે દેશવ્યાપી પ્રત્યાઘાતો પડી રહ્યાં છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

sixteen − 15 =

Back to top button
Close