રાષ્ટ્રીય
વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત..

કેન્દ્રએ જસ્ટિસ એ.એમ.ખાનવિલકરની ખંડપીઠને
જણાવ્યું કે કોરોના મહામારી વચ્ચે ઓક્ટોબર 2020 માં
UPSC દ્વારા આયોજિત કરવામાં આવેલ સિવિલ
સર્વિસની પ્રિલીમ પરીક્ષામાં અનેક ઉમેદવારો જુદા
જુદા કારણોને લીધે ભાગ નહોતા લઇ શક્યા. નિયત
વયમર્યાદાને કારણે કેટલાંક ઉમેદવારો પાસે આ અંતિમ
તક હતી. એવામાં કેન્દ્ર આ તમામ ઉમેદવારોને વધુ
એક તક આપવા જઈ રહી છે. અર્થાત કુલ 10336
ઉમેદવારોને વધુ એક તક મળવાનો અવસર છે.