ગુજરાતટ્રેડિંગદેવભૂમિ દ્વારકાસૌરાષ્ટ્ર
રવિવાર એટ્લે રખડવાનો દિવસ…?તો શું માણસોમાં જરા પણ કોરોનાનો ડર નથી રહ્યો?

લાગે છે હવે કોરોનાનો ડર માણસોમાં જરા પણ નથી રહ્યો … કે પછી લોકડાઉનમાં માણસો આટલા કંટાળી ગયા કે હવે ઘરમાં બેસીને સુરક્ષિત રહેવા કરતાં બહાર જીવના જોખમે રખડવું લોકોને મંજૂર છે.

દ્વારકા જિલ્લામાં કોરોના તાંડવ મચાવી રહ્યું છે એવામાં રવિવારની સાંજે દ્વારકાવાસીઓ વગર માસ્ક પહેર્યે ફરવા નીકળી પડ્યા છે. સરકારદ્વારા બહાર પાડવામાં આવેલ કોરોનાની ગાઈડલાઇનનો મજાક બનાવતા દ્વારકાવાસીઓને લાગે છે કોરોનાથી જરા પણ ડર નથી લાગી રહ્યો.

આર્થિક રીતે લોકો ફરી સધ્ધર થાય એટલા માટે આ અનલોકની પ્રક્રિયા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. હરવા-ફરવા માટે હજુ આટલી છૂટ મળી નથી અને જો ઘરની બહાર નીકળો તો માસ્ક અને સોશિયલડિસ્ટન્સિંગ નું પૂરતું ધ્યાન રાખવાની જવાબદારી આપણી બને છે. એક ભૂલ તમને અને તમારી આસપાસના લોકોને પણ સંકર્મિત બનાવી શકે છે.