
- લાગે છે માનવીના સ્વરૂપે આ અસૂરો પૃથ્વી પર ફરી જનમ્યા છે
- માનવતાના નામે આવા અભણ માણસોને કારણે આખી માનવજાત આજે ભોગવી રહી છે
- જીવદયા તો દૂર સ્ટ્રીટ ડોગને આટલો માર માર્યો કે અંતે તડપી એને જીવ ગુમાવ્યો
આજકાલ લોકો કેટલાય રૂપિયા ખર્ચીને ઘરમાં એક કૂતરું પાળે છે અને તેની દીકરાની જેમ સારસંભાળ કરતાં નજરે ચઢે છે , તો ક્યાક વળી પોતાની કમાણીમાંથી અઢળક રૂપિયા ખર્ચી લોકો રસ્તા પર રહેતા કુતરાઓને ખવડાવવાનું કામ પણ કરે છે. એવામાં કોઈક વખત આવા અસૂરો સામે આવી જાય છે જે માનવજતીના નામ ઉપર કલંક કહેવાય છે.
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં એક સ્ટ્રીટ ડોગને આ અસૂરે આટલો માર માર્યો કે અંતે તે મૃત્યુ પામ્યો. સેટેલાઇટ વિસ્તારમાં આવેલી જયમાં સોસાયટીમાં બે લોકો સ્ટ્રીટ ડોગને નિર્દયતાથી મારતા હતા.આખરે પોલીસે આ કેસમાં એકની ધરપકડ પણ કરી તેવું સામે આવ્યું છે.
એ કુતરાનું પોસ્ટમોર્ટ્મ પણ કરવામાં આવ્યું હતું અને તેમાં સામે આવ્યું હતું કે તેના શરીરના કેટલાય ભાગોમાં ઊંડી ઇજા પંહોચી હતી. આખી શેરીમાં એ કુતરાનું લોહી પડ્યું હતું. આખરે લોકોએ લોહીને સાફ કરવા માટે પાણીનો ઉપયોગ કરવો પડ્યો હતો.
ગયેલ જીવ તો પાછો નહીં લાવી શકીએ પણ એક વાતની રાહત જરૂર છે કે અંતે એ આરોપીની ધરપકડ થઈ. આવા લોકોને સજા મળવી જ જોઈએ.
આ વાતને જાણ એનિમલ વેલ્ફેરને થતાં એ કૂતરાને હોસ્પીટલમાં લઈ ગયા અને ત્યાં જ તેની સારવાર દરમિયાન એ મૃત્યુ પામ્યું હતું. આ વિષેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં પણ નોધાવવામાં આવી હતી. એનીમલ ક્રુઅલ્ટી હેઠળ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.