
આજે આપના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે એવામાં લોકો એમનો પ્રેમ મોદીજી સુધી અલગ અલગ રીતે પંહોચાડી રહ્યા છે. સુરતવાસીઓ આ કામમાં સૌથી અગ્રણી રહ્યા છે.

24 કલાકારોએ 12 મહિના સુધી મહેનત કરીને આ વૂડ ઈન લે આર્ટ તૈયાર કર્યું છે. 7 ફૂટ પહોળું અને 5 ફૂટ ઊંચી આ પ્રતિકૃતિમાં આર્ટને જીવંત રાખવાની સાથે માતૃપ્રેમ દર્શાવવામાં આવ્યો છે. આ આર્ટમાં બનેલું મોદીજી અને હીરાબાનું ચિત્ર 10 હજાર પ્રકારના લાકડાના અલગ અલગ પ્રકારના કટકાઓને ચોંટાડીને તૈયાર કરવામાં આવ્યું છે. 400 વર્ષ જૂની આ કલાને જીવિત રાખવા માટે આ આર્ટ બનાવ્યું છે.

અંદાજિત 80 હજાર કરતા વધુ લાકડાના ટુકડા અને બારીક મહેનત બાદ આ કૃતિ તૈયાર કરવામાં આવી છે, તેમને કદાચ દેશમાંથી આવેલ તમામ ગિફ્ટમાંથી સૌથી વધુ ગમે તેવું સુરતના કલાકરોનું માનવું છે.મોદીના દિલની નજીક તેમની માતા છે, ત્યારે વડા પ્રધાન બન્યા બાદ પહેલી વખત તેમની માતાને મળવા આવ્યા હતા, તે માતુત્વ પ્રેમનો આ ફોટો છે.આ કૃતિને વર્ષો વર્ષ રાખ્યા બાદ પણ કઈ થતું નથી