રાષ્ટ્રીય

સાંસદ શ્રી પૂનમબેનના પ્રયાસો સફળ જામનગર મુંબઇ વચ્ચેની ફ્લાઇટ બંધ નહી થાય

જામનગર

સંસદસભ્ય શ્રી પૂનમબેનમાડમના પ્રયાસો સફળ રહેતા જામનગર મુંબઇ વચ્ચેની ફ્લાઇટ હવે બંધ નહી થાય

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીશ્રીને જામનગરના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ એ રજુઆત કરતા જામનગર-મુંબઇ ફ્લાઇટ રાબેતા મુજબ ઉડશે અને બંધ કરવાનો નિર્ણય મોકુફ રાખવામાં આવ્યો છે

ઉલ્લેખનીય છે કે જામનગર મુંબઇ વચ્ચેની વિમાની સેવા આગામી દિવસોથી બે મહિના માટે બંધ કરવા નિર્ણય લેવાયો હતો જેથી નોંધપાત્ર સંખ્યાના મુસાફરો-બીઝનેસમેન-હેલ્થ રીલેટેડ પ્રવાસીઓ-વિદેશ જનારા પ્રવાસીઓ -ધંધા રોજગાર સામાજીક પ્રવાસ વગેરે સાથે સંકળાયેલા ખુબ મોટી સંખ્યામા આ હવાઇ સેવાના મુસાફરો તરફથી આ ફ્લાઇટ શરૂ રાખવા માંગણી ઉઠી હતી જે બાબતને સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ ગંભીરતાથી લઇ કેન્દ્રસરકારના ઉડ્ડયન મંત્રીશ્રી હરદીપસિંઘજીને વિગતવાર રજુઆત કરી ફ્લાઇટ કન્ટીન્યુ રહે તેવી મુસાફરોના હિતમા માંગણી કરી હતી જેના પગલે ઉડ્ડયનમંત્રીશ્રી હરદીપસિંઘ પુરીજી એ જામનગર મુંબઇ ફ્લાઇટ બંધ કરવાના નિર્ણયને મોકુફ રાખવા જરૂરી સુચનાઓ આપી છે જેથી મુસાફરોમાં રાહતની લાગણી ફેલાઇ છે તેમજ૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ ઉડ્ડયનમંત્રીશ્રી હરદીપસિંઘજી અને કેન્દ્ર સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો છે

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close